કાસ્ટ-સર્ટિફિકેટ રદ થવાના કારણે ૧૬ જૂનથી ખાલી પડેલી આ બેઠક પર પાલિકાના નિયમો અનુસાર જરૂરી કાનૂની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
સુલેખા ચવાણ
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ શિવસેનાનાં મહિલા કૉર્પોરેટર સુલેખા ચવાણને ગેરલાયક ઠેરવવાની જાહેરાત કરી છે. ધુળેની કાસ્ટ સર્ટિફિકેટ સ્ક્રુટિની કમિટી દ્વારા ચાલુ વર્ષના જૂન મહિનામાં તેમનું જાતિ-પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુલેખા ચવાણ થાણેના વૉર્ડ-નંબર પાંચમાંથી બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં.
TMCના કમિશનર સૌરભ રાવે કોકણ રેવન્યુ ડિવિઝનલ કમિશનરને સુલેખા ચવાણના ડિસ્ક્વૉલિફિકેશન વિશે વિધિવત્ જાણ કરી દીધી છે.
ADVERTISEMENT
કાસ્ટ-સર્ટિફિકેટ રદ થવાના કારણે ૧૬ જૂનથી ખાલી પડેલી આ બેઠક પર પાલિકાના નિયમો અનુસાર જરૂરી કાનૂની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે શિવસેના (UBT)ના નેતા રવિદાસ મુંડેએ કાસ્ટ-સર્ટિફિકેટમાં આવી જ વિસંગતતાઓને પગલે શિંદેજૂથના કુલ ૯ કૉર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાની માગણી કરી છે.
