આરોપીએ તેની બસમાં આવતા ૪ વિદ્યાર્થીઓના પેરન્ટ્સને પણ આ રીતે ટાર્ગેટ કર્યા હતા. પોલીસે આ કેસમાં ઊંડી તપાસ હાથ ધરી છે.
પ્રતીકાત્મક તસવીર
સ્કૂલ-બસના ડ્રાઇવરે તેની જ બસમાં આવતા ૧૫ વર્ષના એક વિદ્યાર્થીનું અપહરણ કરવાની ધમકી આપીને વિદ્યાર્થીનાં મમ્મી-પપ્પા પાસેથી ૪ લાખ રૂપિયાની માગણી કરી હતી.
આ કેસમાં પોલીસની ટેક્નિકલ ટીમે મોબાઇલના સિમ કાર્ડ પરથી આરોપીને શોધી કાઢ્યો હતો.
થાણેના કાશીમીરામાં મોબાઇલ ફોન અને સિમ કાર્ડની દુકાન ચલાવતા બસ-ડ્રાઇવરે ઝડપી પૈસા કમાવા માટે વિદ્યાર્થીના અપહરણની અને ખંડણીની યોજના બનાવી હતી. ઝોન ૧ના ડેપ્યુટી કમિશનર રાહુલ ચવાણે આપેલી માહિતી મુજબ કાશીમીરામાં રહેતા એક સ્કૂલના વિદ્યાર્થીની મમ્મીને શનિવારે અજાણ્યા મોબાઇલ-નંબર પરથી એક ટેક્સ્ટ-મેસેજ મળ્યો હતો, જેમાં ધમકી આપવામાં આવી હતી કે જો તે ૪ લાખ રૂપિયા નહીં આપે તો ટીનેજરનું અપહરણ કરવામાં આવશે.
ADVERTISEMENT
મેસેજ મળતાં ગભરાવાને બદલે તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસની ટેક્નિકલ ટીમે આ મેસેજ સ્થાનિક મોબાઇલ ફોન-શૉપ સાથે લિન્ક હોવાનું શોધી કાઢ્યું હતું.
ધમકી આપનાર સ્કૂલ-બસનો ડ્રાઇવર મોબાઇલ અને સિમ કાર્ડની દુકાન પણ ચલાવતો હતો. તેણે ઍક્ટિવ ન હોય એવા સિમ કાર્ડ સાથે કોઈ કસ્ટમરનું સિમ કાર્ડ બદલીને ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો. પોલીસે બાળકને નુકસાન ન થાય એ રીતે ફરિયાદ મળ્યાના કલાકોમાં જ ડિજિટલ ટ્રેલ શોધી કાઢ્યો અને આરોપી હરિરામ સોમાની ધરપકડ કરી હતી.
આરોપીએ તેની બસમાં આવતા ૪ વિદ્યાર્થીઓના પેરન્ટ્સને પણ આ રીતે ટાર્ગેટ કર્યા હતા. પોલીસે આ કેસમાં ઊંડી તપાસ હાથ ધરી છે.


