Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પકડાઈ જવાની બીકે મરી ગયેલી સાથીદારને બાળી નાખી

પકડાઈ જવાની બીકે મરી ગયેલી સાથીદારને બાળી નાખી

Published : 06 November, 2026 09:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાઈંદરના ઉત્તનમાં ગેરકાયદે દારૂની ભઠ્ઠીના મામલે નવો ખુલાસો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભાઈંદરમાં ગેરકાયદે ચલાવવામાં આવતી દારૂની ભઠ્ઠીમાં સિલિન્ડર-બ્લાસ્ટ થવાને પગલે એક જણનું મૃત્યુ થયું હોવાની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવતાં વધુ માહિતી સામે આવી રહી છે. આ ઘટનાની વધુ વિગતો પોલીસ પાસે ન પહોંચે એ માટે સંડોવાયેલા આરોપીઓએ એક યુવતીને બાળી નાખી હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળ્યું હોવાનું પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું. 

સરકારી જમીન પર સેબૅસ્ટિયન મેન્ડોસા અને તેના ભાઈ સંદીપ મેન્ડોસા અને રિતુ ચૌધરી દ્વારા આ ગેરકાયદે દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી હતી. જોકે આ દરમ્યાન ગૅસ-સિલિન્ડર ફાટતાં રિતુનું મૃત્યુ થયું હતું. આરોપીઓએ પોતાના ગોરખધંધા પોલીસ સમક્ષ ન આવે એ માટે રિતુની ડેડ-બૉડી તેમના એક વર્કરના ઘરે જઈને ડીઝલથી બાળી નાખી હતી. 



આ ઘટનામાં બન્ને આરોપીઓને પણ ઈજા થઈ હતી અને તેમના શરીરે બળવાનાં નિશાનો મળી આવ્યાં હોવાનું ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ રિતુનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. 


આખી ઘટનાને ઢાંકી નાખવા માટે સેબૅસ્ટિયનની પત્નીએ ખોટી સાક્ષી પુરાવી હતી અને જમવાનું બનાવતી વખતે સિલિન્ડર ફાટતાં આખી ઘટના બની હોવાની જુબાની આપી હતી. જોકે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવતાં આખી ઘટના સામે આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK