Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દોઢ વર્ષથી મિસિંગ છોકરાને ન શોધી શકનાર મુંબઈ પોલીસને બૉમ્બે હાઈ કોર્ટે ખખડાવી

દોઢ વર્ષથી મિસિંગ છોકરાને ન શોધી શકનાર મુંબઈ પોલીસને બૉમ્બે હાઈ કોર્ટે ખખડાવી

Published : 22 July, 2026 09:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝાટકણી કાઢતાં કહ્યું કે છોકરાનો ફોટો સર્ક્યુલેટ નથી કર્યો અને તમે ઇન્ટરપોલ સાથે તમારી સરખામણી કરો છો?

બૉમ્બે હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટ


દોઢ વર્ષથી ગુમ થયેલા છોકરાને મુંબઈ પોલીસ શોધી ન શકતાં બૉમ્બે હાઈ કોર્ટે પોલીસને બરોબરની ખખડાવી હતી અને સાથે જ સવાલ કર્યો હતો કે કેમ તમે તે ખોવાયેલા છોકરાનો ફોટો મીડિયામાં સર્ક્યુલેટ ન કર્યો? એ પછી તે છોકરાને શોધી કાઢવા એક ખાસ અલાયદી ટીમ બનાવીને તેને શોધી કાઢવાનો આદેશ આપ્યો છે. 

બૉમ્બે હાઈ કોર્ટના ઍક્ટિંગ જજ રવીન્દ્ર ઘુગે અને જસ્ટિસ ગૌતમ અણખડે ૨૦૨૫ની ૧૧ જાન્યુઆરીએ ગુમ થયેલા છોકરાના પિતા પ્યારેમિયાં કુરેશીએ દાખલ કરેલી અરજીની સુનાવણી કરી હતી. પ્યારેમિયાં કુરેશીએ તેની અરજીમાં કહ્યું હતું કે તેણે પોલીસ સાથે આ બાબતે ઘણી વાર ફૉલો-અપ કર્યું હતું, પણ એમાં કોઈ ખાસ પ્રોગ્રેસ જોવા મળ્યો નોહોતો. 



આ બાબતે કોર્ટે મુંબઈ પોલીસને પૂછ્યું હતું કે શું તમે મિસિંગ છોકરાનો ફોટો મીડિયામાં પબ્લિશ કર્યો હતો? એના જવાબમાં પોલીસે ના પાડતાં કોર્ટ બગડી હતી અને કહ્યું હતું કે ‘શું આ મુંબઈ પોલીસ છે? તમે તમારી સરખામણી ઇન્ટરપોલ સાથે કરો છો. શું તમને એ પણ ખબર નથી કે મીડિયામાં ઍડ કઈ રીતે આપી શકાય?’


કોર્ટે છોકરાના પિતાને તેનો નવો ફોટો પોલીસને આપવા જણાવ્યું હતું અને પોલીસને કહ્યું હતું કે ‘આ લોકો ઉત્તર પ્રદેશના છે એટલે અહીંનાં અને ઉત્તર પ્રદેશનાં છાપાંમાં પણ મિસિંગ છોકરાનો ફોટો છપાવો જેથી તેની ભાળ મળી શકે.’ 

કોર્ટે અરજીની હવે પછીની સુનાવણી આવતા અઠવાડિયામાં રાખી છે.  


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2026 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK