Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સિંગર પલાશ મુચ્છલની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી

સિંગર પલાશ મુચ્છલની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી

Published : 13 July, 2026 08:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિલીઝ ન થયેલા એક ફિલ્મ-પ્રોજેક્ટને પગલે થયેલા વિવાદને કારણે વિજ્ઞાન માનેએ પલાશ વિરુદ્ધ કેસ કર્યો હતો.

વિજ્ઞાન માને (ડાબે) અને પલાશ મુચ્છલ.

વિજ્ઞાન માને (ડાબે) અને પલાશ મુચ્છલ.


છેતર​પિંડી તથા શેડ્યુલ કાસ્ટ/શેડ્યુલ ટ્રાઇબ (SC/ST) પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટી ઍક્ટ અંતર્ગત કેસનો સામનો કરી રહેલા સિંગર પલાશ મુચ્છલની આગોતરા જામીનની અરજી સાંગલીની સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ઍક્ટર-પ્રોડ્યુસર વિજ્ઞાન માનેએ પલાશ વિરુદ્ધ આર્થિક છેતરપિંડી સહિતની ફરિયાદ કરતાં તેની વિરુદ્ધ ગુનો નોંધીને કોર્ટની કાર્યવાહી શરૂ થઈ હતી. જોકે સેશન્સ કોર્ટે આગોતરા જામીનઅરજી ફગાવતાં હવે ઉપલી કોર્ટમાં સેશન્સ કોર્ટના આદેશને પડકારવામાં આવશે એમ પલાશની લીગલ ટીમે જણાવ્યું હતું. 

રિલીઝ ન થયેલા એક ફિલ્મ-પ્રોજેક્ટને પગલે થયેલા વિવાદને કારણે વિજ્ઞાન માનેએ પલાશ વિરુદ્ધ કેસ કર્યો હતો. જામીનઅરજી ફગાવવાની વાતને પલાશના વકીલે પણ માની હતી અને ઉપલી કોર્ટમાં એને પડકારવા માટે લીગલ ટીમ તૈયાર હોવાનું જણાવ્યું હતું. 



વિજ્ઞાન માનેની ફરિયાદ મુજબ પલાશ મુચ્છલે એક ફિલ્મ-પ્રોજેક્ટ માટે તેની પાસેથી ૪૦ લાખ રૂપિયા લીધા હતા. જોકે એ ફિલ્મ ક્યારેય રિલીઝ જ થઈ નહોતી. પલાશ પાસેથી પૈસા પાછા માગતાં તેણે આપવાની ના પાડતાં ફરિયાદ નોંધાવાઈ હોવાનો દાવો વિજ્ઞાન માનેએ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK