Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પોલીસવાળા પોતે જ સેફ નથી તો અમારું શું?

પોલીસવાળા પોતે જ સેફ નથી તો અમારું શું?

Published : 13 July, 2026 08:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેરુળ સ્ટેશનના પરિસરમાં પોલીસને જ ચાકુ દેખાડીને મારવાની ધમકી મળ્યા પછી સામાન્ય નાગરિકોનો સવાલ...

નેરુલ રેલવે-સ્ટેશનના પરિસરમાં પોલીસને ચાકુ દેખાડતો માથાફરેલ.

નેરુલ રેલવે-સ્ટેશનના પરિસરમાં પોલીસને ચાકુ દેખાડતો માથાફરેલ.


નેરુળ-વેસ્ટમાં સ્ટેશનના પરિસરમાં પોલીસવાળાને જ એક માથાફરેલ માણસે ચાકુ દેખાડીને ધમકાવ્યો હોવાની ઘટના બની હતી. અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હતી ત્યારે જ આ બનાવ બન્યો હતો. આ આખી ઘટનાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. 

આ ઘટનાને કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલ ઊભો થયો છે. ઇન્ટરનેટ પર વિડિયો વાઇરલ થયા બાદ લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે લોકોની રક્ષાની જવાબદારી જેના પર છે તેને જ આ રીતે ભરરસ્તે ચાકુ દેખાડીને ધમકાવવામાં આવે છે ત્યારે સામાન્ય લોકોનું શું થશે? 



સ્થાનિક લોકોએ પણ આ ઘટના બાદ પરિસરમાં દારૂડિયાઓને કારણે ઊભી થતી સમસ્યા સામે ધ્યાન દોર્યું હતું. તેમનું કહેવું છે કે સ્ટેશનના પરિસરમાં વાઇન શૉપની બહાર જ લોકો દારૂ પીતા હોય છે અને નશો કરીને ધમાલ મચાવતા હોય છે તથા અહીંથી પસાર થતા લોકોને પણ હેરાન કરતા હોય છે. ખાસ કરીને મહિલા, વિદ્યાર્થિનીઓ અને વરિષ્ઠ નાગરિકોને આ લોકોથી ખૂબ જ ખતરો છે એવું સ્થાનિકોનું કહેવું છે. અહીં પોલીસ પૅટ્રોલિંગ વધારવું જોઈએ અને કાયમી સ્વરૂપે પીલીસને તહેનાત કરવા જોઈએ એવી માગણી લોકોએ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK