Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હાઈ કોર્ટે ધડાધડ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની FDAની કાર્યવાહી સામે પ્રશ્નો ઊભા કર્યા

હાઈ કોર્ટે ધડાધડ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની FDAની કાર્યવાહી સામે પ્રશ્નો ઊભા કર્યા

Published : 20 July, 2026 07:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો હૉસ્પિટલનું લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરાય તો શું પેશન્ટ્સ સલાઇનની બૉટલો લઈને હાલતા થશે?

બૉમ્બે હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટ


નો નૉન્સેન્સ ઇન્ડિયન ઍડ્‍મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) અધિકારી તુકારામ મુંઢેએ મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તરીકે કારભાર સંભાળ્યા બાદ ગેરકાયદે ચાલતા તમામ ગોરખધંધા વિરુદ્ધ સપાટો બોલાવ્યા પછી બૉમ્બે હાઈ કોર્ટે FDAની કાર્યપદ્ધતિ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. કોર્ટે FDAને ઠપકો આપતાં પૂછ્યું હતું કે ‘જો કોઈ હૉસ્પિટલનું લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાય તો શું એમાં દાખલ દરદીઓ હાથમાં સલાઇનની બૉટલ લઈને ત્યાંથી રવાના થશે?’

નવી મુંબઈની ફાઇવસ્ટાર હોટેલ પાર્ક-ઇન બાય રૅડિસન દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટે FDAની તાત્કાલિક ધોરણે લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો. હાઈ કોર્ટે જણાવ્યા અનુસાર FDAએ લાઇસન્સ સસ્પેન્ડ કરવા જેવી મોટી કાર્યવાહી કરાય એ પહેલાં જે-તે સંસ્થાને ભૂલ સુધારવાની તક આપવી જોઈએ, સંસ્થાને પોતાનો પક્ષ મૂકવા માટે પૂરતો સમય આપવો જોઈએ. હાઈ કોર્ટે શનિવારે ફરીથી હોટેલનું ઇન્સ્પેક્શન કરીને આજે સોમવારે એનો રિપોર્ટ હાઈ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. 
આ ચુકાદો આપતાં હાઈ કોર્ટે ફાઇવસ્ટાર હોટેલનું ફરી ઇન્સ્પેક્શન કરવાની તથા ફૂડ-સેફ્ટીના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં એની ચકાસણી કરીને તાત્કાલિક ધોરણે લાઇસન્સનું સસ્પેન્શન રદ કરવાનો હુકમ આપ્યો હતો. 



ઉલ્લેખનીય છે કે બીજી જુલાઈએ FDA દ્વારા આ હોટેલ પર અચાનક રેઇડ પાડવામાં આવી હતી, જેમાં હોટેલ દ્વારા ફૂડ-સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોવાનું જણાતાં ત્રીજી જુલાઈએ એનું ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK