Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકસભાના સ્પીકરે પક્ષપલટો માન્ય રાખ્યો

લોકસભાના સ્પીકરે પક્ષપલટો માન્ય રાખ્યો

Published : 19 July, 2026 07:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવસેના (UBT) સાથે છેડો ફાડનારા ૬ સંસદસભ્યો હવે સત્તાવાર રીતે શિવસેનાના ગણાશે

ઓમ બિરલા

ઓમ બિરલા


શિવસેના (UBT)ના ૬ સંસદસભ્યો તેમનું અલગ જૂથ રચીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા હતા. જોકે એ સામે શિવસેના (UBT)એ આક્ષેપ લીધો હતો. જોકે હવે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ એ ૬ સંસદસભ્યોના અલગ જૂથને માન્યતા આપીને તેમને શિવસેનામાં જોડાવાનું માન્ય રાખતાં હવે એ ૬ સંસદસભ્યો શિવસેના (UBT)ના નહીં પણ શિવસેનાના સંસદસભ્યો ગણાશે. આ ૬ સંસદસભ્યોમાં હિંગોલીના નાગેશ પાટીલ આષ્ટીકર, યવતમાળના સંજય દેશમુખ, પરભણીના સંજય જાધવ, ધારાશિવના ઓમરાજે નિમ્બાળકર, મુંબઈ નૉર્થ ઈસ્ટના સંજય દિના પાટીલ અને શિર્ડીના ભાઉસાહેબ વાક્ચોરેનો સમાવેશ થાય છે. શિવસેનાના સંસદસભ્યોની સંખ્યા હવે ૧૩ થઈ ગઈ છે.

લોકસભાની ઑફિસ ગુમાવશે શિવસેના (UBT)
શિવસેના (UBT)ના ૯ સંસદસભ્યોમાંથી ૨/૩ એટલે ૬ સંસદસભ્યો અલગ જૂથ બનાવીને શિવસેનામાં સામેલ થઈ જતાં હવે લોકસભામાંની શિવસેના (UBT)ની ઑફિસ પણ તેમની પાસેથી આંચકી લેવામાં આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે નિયમ મુજબ લોકસભા અને રાજ્યસભા મળીને એક પક્ષના ઓછામાં ઓછા પાંચ સંસદસભ્યો હોવા જોઈએ. જોકે હવે શિવસેના પાસે માત્ર ૩ સંસદસભ્યો બચ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2026 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK