Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં હિંસા અને રાજકીય હત્યાઓ વિરુદ્ધ હજારો નાગરિકોનો ‘ભયમુક્ત થાણે’ મોરચો

થાણેમાં હિંસા અને રાજકીય હત્યાઓ વિરુદ્ધ હજારો નાગરિકોનો ‘ભયમુક્ત થાણે’ મોરચો

Published : 11 October, 2026 07:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આંદોલનના અંતે હત્યા થયેલા લોકોના પરિવારો અને નેતાઓના પ્રતિનિધિમંડળે જિલ્લા-કલેક્ટરની ઑફિસ સમક્ષ સિનિયર પોલીસ-અધિકારીઓને આવેદનપત્ર સુપરત કર્યું હ

થાણેમાં યોજાયેલું ‘ભયમુક્ત થાણે’નું વિરોધ-પ્રર્દશન.

થાણેમાં યોજાયેલું ‘ભયમુક્ત થાણે’નું વિરોધ-પ્રર્દશન.


થાણેમાં વધી રહેલા હિંસક અપરાધો, રાજકીય હત્યાઓ અને કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિ સામે રોષ વ્યક્ત કરવા માટે એક વિશાળ વિરોધ રૅલીનું આયોજન શુક્રવારે સાંજે કરવામાં આવ્યું હતું. ‘ભયમુક્ત થાણે’ મોરચા હેઠળ યોજાયેલી આ રૅલીમાં હજારો નાગરિકો, સામાજિક કાર્યકરો અને વિપક્ષી મહા વિકાસ આઘાડીના સમર્થકો જોડાયા હતા. એને કારણે થાણેના મુખ્ય માર્ગો પર ટ્રાફિક લગભગ થંભી ગયો હતો. તાજેતરમાં શિવસેના (UBT)ના નેતા પ્રદીપ પુર્ણેકર, ડ્યુટી પર હાજર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કિસન ભોઈર, રાજકીય કાર્યકર સંદીપ સાળવી અને MNSના વૉર્ડ-પ્રમુખ જમીલ શેખની થયેલી હત્યાઓથી નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

આ પ્રદર્શનમાં હત્યા થયેલા લોકોના પરિવારોએ સૌથી આગળ રહીને પોતાના સ્વજનોના ફોટો સાથે ન્યાયની માગણી કરી હતી. મૃત્યુ પામેલા નેતાઓ અને પોલીસ-અધિકારીઓના સ્વજનોએ રાજ્ય સરકારની નિષ્ફળતા સામે ભારે વેદના વ્યક્ત કરી હતી. સામાન્ય નાગરિકો અને પોલીસો પણ સુરક્ષિત ન હોવાનું જણાવીને તેમણે કડક અને ઝડપી ન્યાયની માગણી દોહરાવી હતી. મહા વિકાસ આઘાડીના અગ્રણી નેતાઓએ પણ રાજ્ય સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે થાણે ગુનેગારો અને સંગઠિત સિન્ડિકેટનું અડ્ડો બની ગયું છે.



આંદોલનના અંતે હત્યા થયેલા લોકોના પરિવારો અને નેતાઓના પ્રતિનિધિમંડળે જિલ્લા-કલેક્ટરની ઑફિસ સમક્ષ સિનિયર પોલીસ-અધિકારીઓને આવેદનપત્ર સુપરત કર્યું હતું. એમાં તમામ 
હત્યા-કેસોની ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં સુનાવણી કરવા, ગુના પાછળના રાજકીય કે નાણાકીય માસ્ટરમાઇન્ડ્સની સ્વતંત્ર તપાસ કરવા અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પૅટ્રોલિંગ વધારવાની મુખ્ય માગણીઓ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2026 07:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK