Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટાઇગર શ્રોફને ફાયરિંગની ઘટના પછી પોલીસ-પ્રોટેક્શન અને સચેત થયો સલમાન ખાન

ટાઇગર શ્રોફને ફાયરિંગની ઘટના પછી પોલીસ-પ્રોટેક્શન અને સચેત થયો સલમાન ખાન

Published : 21 October, 2026 07:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટના પછી મુંબઈ ઍરપોર્ટ પર ભારે સિક્યૉરિટી વચ્ચે જોવા મળ્યો

ગઈ કાલે ટાઇગર શ્રોફના ઘરની બહારનો પોલીસ-બંદોબસ્ત

ગઈ કાલે ટાઇગર શ્રોફના ઘરની બહારનો પોલીસ-બંદોબસ્ત


સચેત થયો સલમાન ખાન

ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટના પછી મુંબઈ ઍરપોર્ટ પર ભારે સિક્યૉરિટી વચ્ચે જોવા મળ્યો



રવિવારે ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ગૅન્ગસ્ટર અનિલ પંડિતે સોશ્યલ મીડિયા પર એક ઑડિયો-ક્લિપ પ્રસારિત કરી હતી. આ ઑડિયો-સંદેશમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે ટાઇગર શ્રોફને અગાઉ ચેતવણી આપવામાં આવી હતી. આ સાથે મુંબઈની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને કડક ચેતવણી આપતાં કહેવામાં આવ્યું હતું કે સલમાન ખાન સાથે કામ કરનાર કોઈ પણ વ્યક્તિને આવાં જ પરિણામો ભોગવવાં પડશે.


આ વિવાદ વચ્ચે ગઈ કાલે સલમાન મુંબઈ ઍરપોર્ટ પર જોવો મળ્યો હતો અને તેની સુરક્ષામાં ભારે વધારો થયેલો જોવામાં આવ્યો હતો. ઍરપોર્ટ પર આવેલા સલમાનની આસપાસ અનેક સશસ્ત્ર સિક્યૉરિટી-ગાર્ડ્‍સ તહેનાત હતા. સલમાને ઍરપોર્ટ પર ફોટોગ્રાફર્સને લાંબા સમય સુધી પોઝ આપ્યો નહોતો અને માત્ર હળવો ઇશારો કરીને ઍરપોર્ટની અંદર જતો રહ્યો હતો. 

સલમાન ખાને બિશ્નોઈ સમાજની માફી માગી લેવી જોઈએ


ટાઇગર શ્રોફ પરના હુમલા બાદ બૉલીવુડને બચાવવા અનુપ જલોટાએ આપી સલાહ

રવિવારની સાંજે ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગને કારણે બૉલીવુડમાં ચિંતાનું વાતાવરણ છે. બૉલીવુડની અનેક સેલિબ્રિટીઓએ ટાઇગર પર થયેલા હુમલાની નિંદા કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. હવે આ યાદીમાં ભજન સમ્રાટ અનુપ જલોટાનું નામ પણ જોડાયું છે. અનુપ જલોટાએ આ ઘટના પર દુખ વ્યક્ત કરતાં કહ્યું છે કે આ બધી બાબતોનો અંત લાવવાનો એક જ રસ્તો છે અને એ છે સલમાને બિશ્નોઈ સમાજની માફી માગવી જોઈએ. અનુપ જલોટાના મતે બન્ને પક્ષો વચ્ચેનો તનાવ દૂર કરવા માટે હવે આ જ એક રસ્તો છે.
પોતાનો મુદ્દો રજૂ કરતી વખતે અનુપ જલોટાએ કહ્યું હતું કે ‘આ ઘટના વિશે જાણ્યા બાદ મને ખૂબ દુખ થયું. આ બધું રોકવાનો એક જ રસ્તો છે અને એ છે કે સલમાને બિશ્નોઈ સમાજની માફી માગવી જોઈએ. મેં અગાઉ પણ કહ્યું હતું કે બિશ્નોઈ સમાજની માફી માગવી ખૂબ જરૂરી છે, નહીં તો લોકોને આવી તકલીફો થતી રહેશે. જે લોકો સલમાન સાથે કામ કરશે તેમને નુકસાન પહોંચશે અને તેમના પરિવારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. સલમાને આ મામલો ઉકેલવા માટે મોટું પગલું ભરવું જોઈએ. આ સંજોગોમાં આ બધું પૂરું કરવા માટે બિશ્નોઈ સમાજની માફી માગવાનો મક્કમ નિર્ણય કેમ ન લેવામાં આવે? હું બસ એટલું જ ઇચ્છું છું.’

ટાઇગર શ્રોફને ફાયરિંગની ઘટના પછી પોલીસ-પ્રોટેક્શન 

ટાઇગર શ્રોફ પર જુહુ ખાતે થયેલા ગોળીબારની ઘટનાના બે દિવસ બાદ તેને પોલીસ-પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. પોલીસ-પ્રોટેક્શન બ્રાન્ચ દ્વારા બૉડીગાર્ડ્સ અને લોકલ પોલીસ-સ્ટેશન દ્વારા એક ઑફિસર અને એક ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે સુરક્ષાનો અભાવ હોવાથી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે તેને નિશાન બનાવ્યો હોઈ શકે છે, જેનો મુખ્ય હેતુ ડર ફેલાવીને ઉઘરાણી કરવાનો હોવાનું મનાય છે.

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK