Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દેશભરમાં ફરીને કૉક્રૉચ જનતા પાર્ટી પૂછશે, ક્યા બોલતી પબ્લિક?

દેશભરમાં ફરીને કૉક્રૉચ જનતા પાર્ટી પૂછશે, ક્યા બોલતી પબ્લિક?

Published : 07 August, 2026 08:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિક્ષણસુધારાના મુદ્દે દેશવ્યાપી ઝુંબેશની જાહેરાત, મોંઘી સ્કૂલ ફી અને કોચિંગ ક્લાસના નાણાકીય બોજ સામે લડત આપશે

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ ગુરુવારે દેશના નાગરિકોના પ્રશ્નો સમજવા માટે ‘ક્યા બોલતી પબ્લિક’ નામે દેશવ્યાપી જાહેર સંપર્ક અભિયાનની જાહેરાત કરી હતી

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ ગુરુવારે દેશના નાગરિકોના પ્રશ્નો સમજવા માટે ‘ક્યા બોલતી પબ્લિક’ નામે દેશવ્યાપી જાહેર સંપર્ક અભિયાનની જાહેરાત કરી હતી


કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ ગુરુવારે દેશના નાગરિકોના પ્રશ્નો સમજવા માટે ‘ક્યા બોલતી પબ્લિક’ નામે દેશવ્યાપી જાહેર સંપર્ક અભિયાનની જાહેરાત કરી હતી. સપ્ટેમ્બરમાં શરૂ થનારા આ જનસંપર્ક કૅમ્પેનમાં પાર્ટીનું પ્રથમ અને મુખ્ય ધ્યાન શિક્ષણક્ષેત્રે વ્યાપક સુધારા લાવવા પર રહેશે. અભિજિત દીપકેએ દાવો કર્યો હતો કે દેશમાં સતત વધી રહેલી સ્કૂલ, કૉલેજ અને ટ્યુશન-ફીને કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણ સામાન્ય તથા મધ્યમ વર્ગના પરિવાર માટે પહોંચ બહાર બની ગયું છે.
અભિજિત દીપકેએ જણાવ્યું હતું કે ‘પહેલા ધોરણની વાર્ષિક ફી એક લાખથી બે લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે અને એના પર ડોનેશનનો વધારાનો બોજ લાદવામાં આવે છે. કૉલેજ તથા કોચિંગ ક્લાસની ભારે ફીને કારણે વાલીઓ દેવાંના ડુંગર નીચે દબાઈ રહ્યા છે. શિક્ષણ મોંઘું થવાથી ગરીબ પરિવારો આર્થિક સંકટમાં મુકાય છે.’
ડૉક્ટર બી. આર. આંબેડકરના વિચારોનો ઉલ્લેખ કરીને અભિજિત દીપકેએ ભારપૂર્વક કહ્યું હતું કે ‘શિક્ષણ એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એને નફો કમાવાના વેપારમાં બદલી નાખવામાં આવ્યું છે. આ પાર્ટી દેશના તમામ પરિવારોને આર્થિક બોજમાંથી મુક્ત કરાવવા તથા શિક્ષણક્ષેત્રે યોગ્ય સુધારા માટે સમગ્ર દેશમાં જનજાગૃતિ ફેલાવવાની મહત્ત્વની માગણી સાથે આગળ વધશે.’


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2026 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK