ગયા વર્ષે ૯૧.૮૮ ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા હતા, આ વખતે ૮૯.૭૯ ટકા પાસ થયા ઃ ફરી પાછી છોકરીઓએ બાજી મારી
ગઈ કાલે નવી મુંબઈની ફાધર અગ્નેલ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજની વિદ્યાર્થિનીઓએ રિઝલ્ટને સેલિબ્રેટ કર્યું હતું.
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનના બારમા ધોરણનું રિઝલ્ટ ગઈ કાલે જાહેર થયું હતું. કુલ રિઝલ્ટ ૮૯.૭૯ ટકા રહ્યું હતું. ૯ વિભાગમાંથી કોકણ વિભાગ ૯૪.૧૪ ટકા સાથે ટોચ પર હતો, જ્યારે લાતુર વિભાગ સૌથી તળિયે રહ્યો હતો અને એનું રિઝલ્ટ ૮૪.૧૪ ટકા આવ્યું હતું. મુંબઈ વિભાગ પાંચમા ક્રમે રહ્યો હતો અને એનું રિઝલ્ટ ૯૦.૦૮ ટકા આવ્યું છે. આ વર્ષનાં પરિણામોમાં ફરી એક વાર છોકરીઓએ બાજી મારી હતી. રાજ્યના કુલ ૯ વિભાગમાંથી ૧૪,૩૩,૦૫૭ સ્ટુડન્ટ્સે પરીક્ષા આપી હતી એમાંથી ૧૨,૮૬,૮૪૩ સ્ટુડન્ટ્સ પાસ થયા હતા. એમાં ૯૩.૧૫ ટકા છોકરીઓ અને ૮૬.૮૦ ટકા છોકરાઓ પાસ થયા હતા. કુલ રિઝલ્ટ ૮૯.૭૯ ટકા આવ્યું હતું, પણ ગયા વર્ષની સરખામણીએ બે ટકા ઓછું આવ્યું હતું. ગયા વર્ષે કુલ ૯૧.૮૮ ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા હતા.
કયા વિભાગનું કેટલા ટકા રિઝલ્ટ?
કોકણ – ૯૪.૧૪
પુણે – ૯૧.૨૫
અમરાવતી - ૯૦.૯૨
નાશિક - ૯૦.૭૨
મુંબઈ – ૯૦.૦૯
કોલ્હાપુર – ૮૯.૯૭
છત્રપતિ સંભાજી નગર – ૮૮.૬૮
નાગપુર – ૮૮.૬૭
લાતુર – ૮૪.૧૪
ADVERTISEMENT
કઈ સ્ટ્રીમનું કેટલા ટકા રિઝલ્ટ?
આ વર્ષે સાયન્સ સ્ટ્રીમના ૯૬.૪૪ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, આર્ટ્સ સ્ટ્રીમના ૯૮.૦૨ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને કૉમર્સ સ્ટ્રીમના ૮૭.૦૩ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વોકેશનલ કોર્સિસમાં ૮૨.૭૪ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ૮૧.૭૮ ટકા વિદ્યાર્થીઓએ ITI પરીક્ષા પાસ કરી છે.
