Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં ૯ મીટર કરતાં સાંકડા રસ્તાઓ પર પણ હવે ઊંચું બિલ્ડિંગ બાંધી શકાશે

મુંબઈમાં ૯ મીટર કરતાં સાંકડા રસ્તાઓ પર પણ હવે ઊંચું બિલ્ડિંગ બાંધી શકાશે

Published : 02 May, 2026 12:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાંકડી ગલીઓમાં આવેલાં જૂનાં અને જર્જરિત બિલ્ડિંગોના રીડેવલપમેન્ટ માટે માર્ગ મોકળો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


BMCએ શહેરમાં અટકેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને ગતિ આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવને મંજૂરી આપી છે. નવા નિર્ણય મુજબ હવે ૯ મીટરથી ઓછી પહોળાઈ ધરાવતા રસ્તાઓ પર પણ હાઇરાઇઝ બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવશે.

અત્યાર સુધીના નિયમો મુજબ માત્ર ૯ મીટર કે એથી વધુ પહોળા રસ્તાઓ પર જ ઊંચું બિલ્ડિંગ બાંધવાની પરવાનગી હતી, પરંતુ નવા સુધારા મુજબ હવે ૩.૬ મીટર પહોળા રસ્તા પર ૧૦ માળ (૩૨ મીટર), ૪.૫ મીટર પહોળા રસ્તા પર ૨૩ માળ (૭૦ મીટર) અને ૬ મીટર પહોળા રસ્તા પર ૩૨ માળ (૧૨૦ મીટર) સુધીની ઊંચાઈ ધરાવતું બિલ્ડિંગ બનાવી શકાશે.



આ પ્રસ્તાવ હવે આખરી મંજૂરી માટે રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને સાંકડી ગલીઓમાં આવેલા જૂના અને જર્જરિત બિલ્ડિંગના રીડેવલપમેન્ટનો માર્ગ મોકળો થશે અને ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI)ની મર્યાદાને કારણે લાંબા સમયથી અટકી પડેલા પ્રોજેક્ટ્સને વેગ મળશે. 


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK