Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટિટવાલામાં રમતાં-રમતાં પાણી ભરેલા ટબમાં પડી જતાં બે વર્ષના બાળકનું મૃત્યુ

ટિટવાલામાં રમતાં-રમતાં પાણી ભરેલા ટબમાં પડી જતાં બે વર્ષના બાળકનું મૃત્યુ

Published : 24 September, 2026 10:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુર્ઘટના રવિવારે રાત્રે બની હતી. મૃત્યુ પામેલા બાળકની ઓળખ યુવાંશ યાદવ તરીકે કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ટિટવાલા વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પોતાના ઘરમાં રમી રહેલો બે વર્ષનો માસૂમ બાળક અકસ્માતે પાણીથી ભરેલા ટબમાં પડી જતાં તેનું કરુણ મૃત્યુ થયું હતું. ટિટવાલા પોલીસે આપેલી માહિતી અનુસાર આ દુર્ઘટના રવિવારે રાત્રે બની હતી. મૃત્યુ પામેલા બાળકની ઓળખ યુવાંશ યાદવ તરીકે કરવામાં આવી છે. રવિવારે રાત્રિના સમયે યુવાંશનાં માતા-પિતા ઘરમાં રાતનું ભોજન કરી રહ્યાં હતાં ત્યારે માસૂમ બાળક ઘરની અંદર રમી રહ્યો હતો. રમતાં-રમતાં તે ઘરના બાથરૂમમાં જતો રહ્યો હતો જ્યાં પાણીથી ભરેલું ટબ રાખેલું હતું. અચાનક સંતુલન ગુમાવતાં બાળક ઊંડા ટબમાં પડી ગયો હતો. થોડી વાર પછી જ્યારે માતા-પિતા તેને શોધવા માટે બાથરૂમમાં ગયાં ત્યારે બાળક પાણીથી ભરેલા ટબમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.

માતા-પિતાએ તાત્કાલિક બાળકને બહાર કાઢીને ઇલાજ માટે ટિટવાલાની એક ખાનગી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે બાળકની ગંભીર હાલતને જોતાં તેને વધુ સારવાર માટે કલ્યાણની સેન્ટ્રલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ વિશે ટિટવાલા પોલીસે ADR નોંધ્યો છે અને ઘટનાના સંદર્ભમાં આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK