Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વાશીમાં એડિબલ ઑઇલની ફૅક્ટરીમાં લાગેલી આગ સાડાઆઠ કલાકે ઓલવાઈ

વાશીમાં એડિબલ ઑઇલની ફૅક્ટરીમાં લાગેલી આગ સાડાઆઠ કલાકે ઓલવાઈ

Published : 24 November, 2026 10:12 AM | Modified : 24 November, 2026 10:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાશીમાં લાગેલી આ આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ ન હોવાનું નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ના અધિકારીએ જણાવ્યું હતું. આગની ઘટના વાશીમાં સેક્ટર-૧૮માં આવેલા પ્લૉટ-નંબર ૩૮માં રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ બની હતી.

એડિબલ ઑઇલની ફૅક્ટરીમાં લાગેલી આગ

એડિબલ ઑઇલની ફૅક્ટરીમાં લાગેલી આગ


નવી મુંબઈમાં રવિવારે રાત્રે એડિબલ ઑઇલ બનાવતી એક ફૅક્ટરીમાં આગ લાગી હતી. વાશીમાં લાગેલી આ આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ ન હોવાનું નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ના અધિકારીએ જણાવ્યું હતું. આગની ઘટના વાશીમાં સેક્ટર-૧૮માં આવેલા પ્લૉટ-નંબર ૩૮માં રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. જોકે સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ એટલી ભીષણ હતી કે એને કાબૂમાં લેવાના પ્રયત્નો આખી રાત ચાલ્યા હતા અને આખરે સોમવારે સવારે ૭ વાગ્યે નિયંત્રણ મેળવી શકાયું હતું. આગ શા માટે લાગી એનું કારણ હજી સુધી જાણી શકાયું નહોતુ. જ્યાં આગ લાગી એની બાજુમાં જ ગોકુળ ડેરી યુનિટ તથા કોલ્ડ સ્ટોરેજ યુનિટ હતા. જોકે ફાયરબ્રિગેડના જવાનોએ આગને આ બન્ને યુનિટ સુધી પહોંચવા ન દેતાં વધુ નુકસાન ટાળી શકાયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK