Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બ્લૅકમાં વેચવાનાં ૧૩૨ ગૅસ-સિલિન્ડર જપ્ત

બ્લૅકમાં વેચવાનાં ૧૩૨ ગૅસ-સિલિન્ડર જપ્ત

Published : 04 April, 2026 12:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાશીની પોલીસે કર્યો કાળાબજારના કૌભાંડનો પર્દાફાશ, ચાર વાહનો પણ તાબામાં લઈ લીધાં

વાશી પોલીસે આરોપી પાસેથી જપ્ત કરેલાં ગૅસ-સિલિન્ડર

વાશી પોલીસે આરોપી પાસેથી જપ્ત કરેલાં ગૅસ-સિલિન્ડર


અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ આંતરરાષ્ટ્રીય ગૅસ-પુરવઠા પર ગંભીર અસર થઈ છે એને કારણે ભારતમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ની અછત સર્જાઈ છે. આ પરિસ્થિતિનો લાભ લઈને લોકો પાસેથી વધુ પૈસા વસૂલતા રૅકેટનો પર્દાફાશ નવી મુંબઈની વાશી પોલીસે કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે વાશીના જુહુ ગાવ પાસેના ગાવદેવી મેદાનમાં દરોડો પાડીને વાશી પોલીસે ઇરફાન શેખ અને ફિરોઝ ટિટોનાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કુલ ૧૩૨ ગૅસ-સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યાં છે. એ ઉપરાંત ગૅસના ગેરકાયદે પરિવહન માટે વપરાતાં ચાર વ્હીકલ્સ પણ જપ્ત કરવામાં આવ્યાં છે. આમ કુલ ૧૨,૪૩,૩૨૨ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી છે.

વાશીના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ નવી મુંબઈ અને થાણેની વિવિધ હોટેલ અને નાના સ્ટૉલવાળાઓને વધારાના ૮૦૦થી ૧૦૦૦ રૂપિયા લઈને ગૅસ-સિલિન્ડર પૂરાં પાડતા હતા. ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતી બાદ છટકું ગોઠવીને આરોપીઓને ગૅસ-સિલિન્ડરના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓને આટલાં બધાં ગૅસ-સિલિન્ડર ક્યાંથી મળ્યાં એની તપાસ હાથ ધરવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK