Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવાનક્કોર નવી મુંબઈ ઍરપોર્ટની છતમાંથી પાણી લીક થયું

નવાનક્કોર નવી મુંબઈ ઍરપોર્ટની છતમાંથી પાણી લીક થયું

Published : 20 June, 2026 12:20 PM | IST | Navi Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉદ્ઘાટનના અમુક મહિનામાં જ છતમાંથી પાણી ટપકતું જોઈને લોકોએ ૧૯,૬૫૦ કરોડ રૂપિયા એળે ગયા હોવાની પ્રતિક્રિયા આપી હતી.

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટની છતમાંથી પાણી લીક થતું હોવાનો દાવો કરતો એક વિડિયો વાઇરલ થયો હતો. એમ પણ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ ઍરપોર્ટની મુંબઈ સાથે કનેક્ટિવિટીથી લોકો વધારે ખુશ નથી જણાઈ રહ્યા ત્યારે ઉદ્ઘાટનના અમુક મહિનામાં જ છતમાંથી પાણી ટપકતું જોઈને લોકોએ ૧૯,૬૫૦ કરોડ રૂપિયા એળે ગયા હોવાની પ્રતિક્રિયા આપી હતી.

જોકે નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ દ્વારા આ અંગે તાત્કાલિક સ્પષ્ટતા આપવામાં આવી હતી. નિવેદનમાં જણાવાયું હતું કે ટર્મિનલ બિલ્ડિંગની અંદર બૅગેજ બેલ્ટ પાંચ અને છની નજીક છતમાંથી પાણી ટપકતું દેખાય છે એ કોઈ ઇન્ફ્રાસ્ટ્રકચરની ખામી નહીં પણ ઍર-કન્ડિશનર (AC)ના ડક્ટમાંથી લીક થતું પાણી છે જેને ૩૦ મિનિટમાં રિપેર કરવામાં આવ્યું હતું. ૧૭ જૂને બપોરે આ બનાવ બન્યો હતો, જેને કારણે બૅગેજ બેલ્ટ પાંચ અને ૬ બંધ કરવામાં આવ્યા હતા, જેને ૧૮ જૂનથી ફરી કાર્યરત કરવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 12:20 PM IST | Navi Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK