Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક બકરાને કારણે નકલી રજિસ્ટ્રેશન નંબર પર ચાલતી રિક્ષાનો ભાંડો ફૂટ્યો

એક બકરાને કારણે નકલી રજિસ્ટ્રેશન નંબર પર ચાલતી રિક્ષાનો ભાંડો ફૂટ્યો

Published : 20 June, 2026 12:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈ-ચલાન અસલી માલિકને મળતાં ક્લોન રિક્ષાનો ભેદ ઉકેલાયો

એક જ રજિસ્ટ્રેશન નંબર સાથે ચાલતી બે રિક્ષા

એક જ રજિસ્ટ્રેશન નંબર સાથે ચાલતી બે રિક્ષા


ઘોડબંદર રોડ પર રિક્ષામાં લઈ જવાઈ રહેલા બકરાને લીધે બનાવટી રજિસ્ટ્રેશન નંબર સાથે ચાલતી રિક્ષાનો ભાંડો ફૂટ્યો હતો. ટ્રાફિક-પોલીસે આપેલી માહિતી મુજબ ઘોડબંદર રોડ પર ઊભેલી એક રિક્ષામાં પૅસેન્જરોને બદલે એક મોટો બકરો લઈ જવાઈ રહ્યો હતો. ટ્રાફિક-પોલીસને પૂછપરછ દરમ્યાન આ બકરો ગેરકાયદે રીતે લઈ જવાઈ રહ્યો હોવાનું જણાતાં MH 04 HZ 4290 નંબરની આ રિક્ષા માટે ઈ-ચલાન આપ્યું હતું.

જોકે ઈ-ચલાન મુંબ્રામાં રહેતા રિક્ષાના માલિકને પહોંચ્યું હતું. ઈ-ચલાનનો મેસેજ મળતાં જ ડૉક્યુમેન્ટ્સ સાથે રિક્ષાનો માલિક તીન હાથ નાકા રિક્ષા લઈને પહોંચ્યો હતો. ત્યારે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)માં બે સરખા નંબરવાળી રિક્ષા જોતાં ટ્રાફિક-અધિકારીઓ સામે નકલી રજિસ્ટ્રેશન નંબર સાથે ક્લોન કરેલી રિક્ષાનો ભાંડો ફૂટ્યો હતો.



શૅસિ-નંબર અને રજિસ્ટ્રેશનની ડીટેલ્સ ચેક કરતાં બકરાને લઈ જતી રિક્ષા સંપૂર્ણપણે ક્લોન થયેલી એટલે કે નકલી હોવાની જાણ થઈ હતી.


ટ્રાફિક ડિપાર્ટમેન્ટે તાત્કાલિક નકલી રિક્ષા જપ્ત કરીને રિક્ષા-ડ્રાઇવર વિરુદ્ધ નૌપાડા પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો.          


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK