દર સોમવારે મુંબઈથી ગાંધીધામ માટે અને દર બુધવારે અને શુક્રવારે રાજકોટ માટે ટ્રેન દોડશે, એક મહિનો ટ્રેન ચાલશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ સેન્ટ્રલ અને રાજકોટ તથા મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીધામ વચ્ચે એક મહિના સુધી સુપરફાસ્ટ તેજસ સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ લીધો છે.
મુંબઈ-ગાંધીધામ વચ્ચે તેજસ સુપરફાસ્ટ ટ્રેન દર સોમવારે મુંબઈ સેન્ટ્રલથી રાત્રે ૧૧.૨૦ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે બપોરે ૧૨.૫૫ વાગ્યે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન બીજી જૂનથી ૩૦ જૂન સુધી ચાલશે. આ ટ્રેન ગાંધીધામથી દર મંગળવારે સાંજે ૬.૫૫ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે ૭.૩૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન ૩ જૂનથી પહેલી જુલાઈ સુધી ચાલશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સામખિયાળી અને ભચાઉ સ્ટેશન પર ઊભી રહેશે.
ADVERTISEMENT
મુંબઈ-રાજકોટ વચ્ચેની ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી દર બુધવારે અને શુક્રવારે રાત્રે ૧૧.૨૦ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે ૧૧.૪૫ વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન ૩૦ મેથી ૨૭ જૂન સુધી ચાલશે. આ ટ્રેન રાજકોટથી દર ગુરુવારે અને શનિવારે સાંજે ૬.૩૦ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે મુંબઈ સેન્ટ્રલ સવારે ૭.૩૦ વાગ્યે પહોંચશે. આ ટ્રેન ૩૧ મેથી ૨૮ જૂન સુધી ચાલશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનોએ ઊભી રહેશે. આજથી આ બન્ને ટ્રેનનું બુકિંગ શરૂ થશે.

