Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર અને મુંબઈને બજેટમાં શું મળ્યું? દેવેન્દ્ર ફડણવીસે કરી છણાવટ

મહારાષ્ટ્ર અને મુંબઈને બજેટમાં શું મળ્યું? દેવેન્દ્ર ફડણવીસે કરી છણાવટ

Published : 02 February, 2026 11:57 AM | Modified : 02 February, 2026 11:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્રીય બજેટ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો રોડમૅપ દર્શાવે છે: દેવેન્દ્ર‍ ફડણવીસ 

ગઈ કાલે બજેટ જોતી વખતે મુદ્દાઓ ટપકાવતા દેવેન્દ્ર ફડણવીસ.

ગઈ કાલે બજેટ જોતી વખતે મુદ્દાઓ ટપકાવતા દેવેન્દ્ર ફડણવીસ.


મહારાષ્ટ્ર અને મુંબઈને કેન્દ્ર સરકારના બજેટમાંથી શું મળ્યું એ વિશેની વિગતો આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘મુંબઈ-પુણે અને પુણે-હૈદરાબાદ હાઈ-સ્પીડ કૉરિડોર GDPમાં મોટો વધારો કરશે. પાંચ વર્ષમાં દરેક હબના વિકાસ માટે ૫૦૦૦ કરોડ રૂપિયા પ્રાપ્ત થશે, જેનો લાભ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) અને પુણે મેટ્રોપૉલિટન રીજનને પણ મળશે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અન્ય વિકાસનાં અનેક કામ થઈ શકશે.’

કેન્દ્રીય બજેટ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો રોડમૅપ દર્શાવે છે: દેવેન્દ્ર‍ ફડણવીસ 



મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘રવિવારે રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો રોડમૅપ રજૂ કરવામાં આવ્યો છે. ટૅક્સ ડિસ્ટ્રિબ્યુશનમાં મહારાષ્ટ્રને આ વર્ષે ૯૮,૩૦૬ કરોડ રૂપિયા મળશે, જે પાછલા વર્ષો કરતાં ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ કરોડ રૂપિયા વધુ છે જે આવતા મહિને રાજ્યના બજેટનો લાભ લેવામાં મદદ કરશે. આ બજેટ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ દેશની પ્રગતિનું પ્રતિબિંબ છે. બજેટ રાજ્યને ગ્રામીણ માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા, કૃષિ વ્યવસાય નેટવર્ક, આર્થિક ક્લસ્ટર, તબીબી શિક્ષણ, કૃષિ વ્યવસાય અને ગ્રામીણ પરિવર્તન, હાઈ સ્પીડ ટ્રેનો, મેટ્રો નેટવર્ક અને મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-3માં પૂરતું ભંડોળ પૂરું પાડે છે.’


દેવેન્દ્ર ફડણવીસના મતે બજેટમાં મહારાષ્ટ્રને શું મળ્યું?

૧. ડિવૉલ્યુશન ટૅક્સ ફૉર્મ્યુલા (રાજ્ય તરફથી આપવામાં આવતા ટૅક્સ સામે કેન્દ્ર તરફથી મળતી રકમ)થી મહારાષ્ટ્રને ફાયદો થયો છે. આપણે ૬.૪૪ ટકા સુધી પહોંચી ગયા હોવાથી આ વર્ષે કેન્દ્ર સરકાર તરફથી આપણને ૯૮,૩૦૬ કરોડ રૂપિયા મળશે. ગયા વર્ષ કરતાં આ વર્ષે આપણને વધુ ભંડોળ મળશે.
૨. ગ્રામીણ માર્ગ પ્રોજેક્ટ્સ - ૩૭૮ કરોડ રૂપિયા
૩. કૃષિ વ્યાપાર નેટવર્ક - ૧૬૭ કરોડ રૂપિયા
૪. આર્થિક સમૂહ - ૨૮૩ કરોડ રૂપિયા
૫. મહારાષ્ટ્ર ઍડ્વાન્સ સ્પેશ્યલાઇઝ્ડ હેલ્થકૅર ઍન્ડ એજ્યુકેશન વિકાસ કાર્યક્રમ - ૩૮૫ કરોડ રૂપિયા
૬. ઉપસા સિંચાઈ યોજનાઓનું સૌર ઊર્જાકરણ - ૨૭૦ કરોડ રૂપિયા
૭. કૃષિ વેપાર અને ગ્રામીણ પરિવર્તન - ૬૪૬ કરોડ રૂપિયા
૮. ડેવલપમેન્ટ ઍન્ડ અપ્લાઇડ નૉલેજ ઍન્ડ સ્કિલ ડેવલપમેન્ટ ફૉર હ્યુમન ડેવલપમેન્ટ - ૩૧૩ કરોડ રૂપિયા
૯. જિલ્લાઓમાં સંસ્થાકીય માળખાગત ક્ષમતા વધારવા - ૨૪૦ કરોડ રૂપિયા
૧૦. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ કૉરિડોર - ૬૧૦૩ કરોડ રૂપિયા
૧૧. મુંબઈ મેટ્રો - ૧૭૦૨ કરોડ રૂપિયા
૧૨. પુણે મેટ્રો – ૫૧૭ કરોડ રૂપિયા
૧૩. મુંબઈ માટે MUTP 3 - ૪૬૨ કરોડ રૂપિયા
૧૪) MMR પ્રદેશમાં ગ્રીન મોબિલિટી - ૧૫૫ કરોડ રૂપિયા
૧૫. હાઇવે પર ITS - ૬૮૦ કરોડ રૂપિયા


બજેટને થાણેની સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઓએ આવકાર્યું

થાણેની સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઓએ કેન્દ્રીય બજેટને આવકાર્યું હતું અને કહ્યું હતું કે આ બજેટ તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા પર કામ કરશે. થાણે સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશન (TSSIA) અને ચેમ્બર ઑફ સ્મૉલ ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના અધ્યક્ષ સંદીપ પરીખે જણાવ્યું હતું કે ‘સ્વનિર્ભર ભારત ભંડોળની સાથે SME ગ્રોથ ફન્ડ માટે ૧૦,૦૦૦ કરોડની વધેલી જોગવાઈથી સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ જરૂરી ઇક્વિટી અને જોખમ મૂડી પૂરી પાડવાની અપેક્ષા છે. બજેટ નાના ઉદ્યોગો માટે મૂડીના મહત્ત્વપૂર્ણ પડકારને ગણતરીમાં લે છે. ક્રેડિટ ગૅરન્ટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગૅરન્ટી ફન્ડ જેવી પદ્ધતિઓ ખાનગી રોકાણને આગળ વધારવામાં અને માઇક્રો સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME)નો મોટા પાયે રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં સમાવેશ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.’ TSSIAના એક્ઝિક્યુટિવ સેક્રેટરી એકનાથ સોનાવણેએ જણાવ્યું હતું કે બજેટ નવા આવકવેરા કાયદા તેમ જ TDS/TCS સરળીકરણ વગેરેની રજૂઆત દ્વારા એની પૂર્તતા કરવાની હાડમારીમાં નોંધપાત્ર રીતે ઘટાડો કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK