પ્રેમી સાથે લગ્ન કરવા ત્રણ સંતાન ધરાવતી પરિણીત મહિલાએ ત્રણ મહિનાની ભત્રીજીનું અપહરણ કર્યું: ઘણી તપાસ કર્યા બાદ પણ પોતાની દીકરી અને બહેનનો પત્તો ન લાગતાં બાળકીના પિતા નબીઉલ્લા ચૌધરીએ માંડવી પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.
માંડવી પોલીસે બાળકીને તેનાં માતા-પિતાને સોંપી હતી.
વસઈ-ઈસ્ટમાં આવેલા નાલેશ્વર નગરમાંથી ૧૮ ફેબ્રુઆરીએ ત્રણ મહિનાની ભત્રીજી સાથે કિતાબુનિસ્સા નામની મહિલા ગાયબ થઈ ગઈ હતી. ઘણી તપાસ કર્યા બાદ પણ પોતાની દીકરી અને બહેનનો પત્તો ન લાગતાં બાળકીના પિતા નબીઉલ્લા ચૌધરીએ માંડવી પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ૨૦ દિવસ સુધી તપાસ કરીને કિતાબુનિસ્સાની બિહારના નાલંદામાંથી ધરપકડ કરીને ત્રણ મહિનાની બાળકીનો છુટકારો કરાવ્યો હતો.



