India-US Relations: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરાયેલી ટિપ્પણીઓને લઈને રાજકીય ચર્ચા ચાલુ છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે હવે આ અંગે ટિપ્પણી કરતા કહ્યું છે કે દરેક દેશ પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપે છે.
શશિ થરૂર ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરાયેલી ટિપ્પણીઓને લઈને રાજકીય ચર્ચા ચાલુ છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે હવે આ અંગે ટિપ્પણી કરતા કહ્યું છે કે દરેક દેશ પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમના માટે રાષ્ટ્રીય હિતનો અર્થ દુશ્મનો બનાવવાનો નથી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે પીએમ મોદીએ તેમની સાથે મુલાકાત માટે એપોઇન્ટમેન્ટ માગી હતી. અમેરિકન રાષ્ટ્રપતિએ મંગળવારે કહ્યું હતું કે રશિયાનું તેલ ખરીદવા બદલ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફને કારણે વડા પ્રધાન મોદી તેમનાથી "ખૂબ ખુશ નથી". ટ્રમ્પે હાઉસ રિપબ્લિકન મેમ્બર્સ રિટ્રીટમાં પોતાના સંબોધનમાં એવો પણ દાવો કર્યો હતો કે, "વડા પ્રધાન મોદી મને મળવા આવ્યા અને કહ્યું, `સાહેબ, શું હું તમને મળી શકું?` મેં કહ્યું, `હા.`" જો કે, ટ્રમ્પે આવો દાવો પહેલી વાર નથી કર્યો. તેમણે અગાઉ ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે પીએમ મોદી જાણે છે કે તેમને ખુશ રાખવા મહત્ત્વવપૂર્ણ છે.
થરૂરે કહ્યું, "દરેક દેશ માટે, તેનું રાષ્ટ્રીય હિત સર્વોપરી છે. મારા માટે, તે રાષ્ટ્રીય હિતોનો અર્થ એ છે કે આપણે ક્યાંય પણ મોટી સમસ્યાઓ ઊભી ન કરીએ અથવા મોટા દુશ્મન ન બનાવીએ. આપણે શક્ય તેટલા બધા સાથે વાતચીતની રેખાઓ જાળવી રાખવા માગીએ છીએ. મેં મારા લખાણોમાં આ દૃષ્ટિકોણને સમર્થન આપ્યું છે."
ADVERTISEMENT
તેમણે કહ્યું, "એક તરફ, રશિયા સાથે આપણા દેશના સંબંધો સારા છે, ચીન સાથે સારા સંબંધો છે, યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સારા સંબંધો છે, અને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે જાપાન, દક્ષિણ કોરિયા અને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો સાથે પણ સંબંધો છે. આ બધી બાબતો આપણી નીતિનો ભાગ છે."
"જીવનમાં, રાજકારણમાં અને રાજદ્વારીમાં, ઘણીવાર તમારી પાસે જેટલા વધુ વિકલ્પો હશે, તેટલા જ તમે કોઈપણ એક દેશના મનસ્વી વર્તન અથવા અસ્થિરતાથી વધુ સુરક્ષિત રહેશો. ચાલો તેને હાલ પૂરતું આટલું જ છોડી દઈએ," તેમણે કહ્યું.
ટ્રમ્પનો દાવો
અમેરિકન રાષ્ટ્રપતિએ મંગળવારે કહ્યું હતું કે રશિયાનું તેલ ખરીદવા બદલ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફને કારણે વડા પ્રધાન મોદી તેમનાથી "ખૂબ ખુશ નથી". ટ્રમ્પે હાઉસ રિપબ્લિકન મેમ્બર્સ રિટ્રીટમાં પોતાના સંબોધનમાં એવો પણ દાવો કર્યો હતો કે, "વડા પ્રધાન મોદી મને મળવા આવ્યા અને કહ્યું, `સાહેબ, શું હું તમને મળી શકું?` મેં કહ્યું, `હા.`"
જો કે, ટ્રમ્પે આવો દાવો પહેલી વાર નથી કર્યો. તેમણે અગાઉ ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે પીએમ મોદી જાણે છે કે તેમને ખુશ રાખવા મહત્ત્વવપૂર્ણ છે.


