Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં આજે ગરમીની યલો અલર્ટ, દિવસે અને રાતે બફારો યથાવત્

મુંબઈમાં આજે ગરમીની યલો અલર્ટ, દિવસે અને રાતે બફારો યથાવત્

Published : 28 May, 2026 09:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈગરાઓએ વરસાદ માટે હજી એકાદ અઠવાડિયું તો રાહ જોવી જ પડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગરમીનો પારો હજી યથાવત્ છે ત્યારે હજી સાત-આઠ દિવસ સુધી મુંબઈમાં વરસાદ નહીં જ પડે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ગરમીનો પારો યથાવત્ છે. વર્ધામાં સતત ૪ દિવસથી તાપમાન ૪૬ ડિગ્રીથી વધારે નોંધાયું છે ત્યારે ૩૧ મે સુધી પ્રી-મૉન્સૂન વરસાદ થવાની કોઈ શક્યતા ન હોવાનું હવામાન ખાતાનું કહેવું છે. 

આ પહેલાં કેરલમમાં ૨૬ મેએ ચોમાસું બેસે એવી શક્યતા હતી, પરંતુ હજી સુધી એવાં કોઈ એંધાણ દેખાતાં ન હોવાથી મુંબઈગરાઓએ વરસાદ માટે વધુ રાહ જોવી પડશે. જોકે મુંબઈની હવામાં ભેજનું પ્રમાણ છેલ્લા અઠવાડિયાથી સતત વધારે રહ્યું છે એટલે દિવસે અને રાતે પણ બફારો અને અસહ્ય ગરમી અનુભવાય છે. બુધવારે હવામાન ખાતાએ મુંબઈ, પાલઘર, રાયગડ અને થાણેમાં હીટવેવની પરિસ્થિતિ હજી કાયમ રહેશે એમ કહીને યલો અલર્ટ જાહેર કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2026 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK