Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૨૦ રૂપિયાનો એક સિક્કો પાંચથી ૬ રૂપિયામાં બનાવીને વેચતી હતી ગૅન્ગ

૨૦ રૂપિયાનો એક સિક્કો પાંચથી ૬ રૂપિયામાં બનાવીને વેચતી હતી ગૅન્ગ

Published : 16 September, 2026 09:24 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦ રૂપિયાના ૭૦ કરોડ રૂપિયાની કિંમતના નકલી સિક્કા ઘુસાડનાર ગૅન્ગનો ઉત્તરપ્રદેશમાં પર્દાફાશ, પાંચની ધરપકડ: તિહાડ જેલમાં બનેલી ગૅન્ગ આ સિક્કા દારૂની દુકાનો અને ટોલ-પ્લાઝા પર સપ્લાય કરતી હતી

પકડાયેલી ગૅન્ગ.

પકડાયેલી ગૅન્ગ.


ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે ૨૦ રૂપિયાના નકલી સિક્કા બનાવતી આંતરરાજ્ય ગૅન્ગનો પર્દાફાશ કરીને માસ્ટરમાઇન્ડ સહિત પાંચ લોકોની રવિવારે ધરપકડ કરી હતી. આ ગૅન્ગે અત્યાર સુધીમાં બજારમાં ૭૦ કરોડ રૂપિયાના નકલી સિક્કા ઘુસાડ્યા હોવાનો અંદાજ છે. પોલીસે મુખ્ય આરોપી ઉપકાર લુથરા અને અન્ય ચાર પાસેથી ૧.૨૮ લાખ રૂપિયાની કિંમતના ૨૦ રૂપિયાના ૬૪૦૦ નકલી સિક્કા અને સિક્કા બનાવવાનાં ૬ મશીનો જપ્ત કર્યાં છે. 
પોલીસતપાસમાં તેમની મોડસ ઑપરૅન્ડીનો ખુલાસો થયો હતો. આરોપીઓ એક સિક્કો બનાવવા પાછળ પાંચથી ૬ રૂપિયાનો ખર્ચ કરતા હતા અને ત્યાર બાદ એજન્ટોને બારથી ૧૫ રૂપિયામાં વેચતા હતા. આ નકલી સિક્કાઓને કમિશનના આધારે ખાસ કરીને દારૂની દુકાનો, ટોલ-પ્લાઝા અને કરિયાણાની દુકાનો મારફત બજારમાં ફરતા કરવામાં આવતા હતા. માસ્ટરમાઇન્ડ ઉપકારની મુલાકાત તિહાડ જેલમાં અન્ય આરોપી સાથે થઈ હતી જ્યાં તેમણે આ નેટવર્કનો પાયો નાખ્યો હતો.
આ ગૅન્ગ રોજના દસથી ૧૨ હજાર સિક્કા બનાવવાની ક્ષમતા ધરાવતી હતી અને ઉત્તર પ્રદેશ, પંજાબ તથા બિહારમાં સક્રિય હતી. ઉલ્લેખનીય છે કે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પણ જિલ્લાની એક રાષ્ટ્રીયકૃત બૅન્કમાંથી ૧૭.૨૯ કરોડ રૂપિયાની નકલી નોટો મળવાના અગાઉના કેસની તપાસ કરી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 09:24 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK