Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇચ્છામૃત્યુ બાદ હરીશ રાણાનાં અંગોથી ૬ જણને મળશે નવી જિંદગી

ઇચ્છામૃત્યુ બાદ હરીશ રાણાનાં અંગોથી ૬ જણને મળશે નવી જિંદગી

Published : 26 March, 2026 10:57 AM | IST | Ghaziabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે સવારે દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

ડૉક્ટરોના કહેવા મુજબ હરીશનાં બે ફેફસાં, બે કિડની અને બે કૉર્નિયા દાન કરવામાં આવ્યાં છે.

ડૉક્ટરોના કહેવા મુજબ હરીશનાં બે ફેફસાં, બે કિડની અને બે કૉર્નિયા દાન કરવામાં આવ્યાં છે.


મંગળવારે ભારતના પહેલી વાર પૅસિવ ઇચ્છામૃત્યુ પામનાર ગાઝિયાબાદના ૩૧ વર્ષના હરીશ રાણાના ગઈ કાલે દિલ્હીના ગ્રીન પાર્ક સ્મશાનઘાટમાં સવારે ૯.૪૦ વાગ્યે અંતિમ સંસ્કાર થયા હતા. તેના નાના ભાઈ આશિષે મુખાગ્નિ આપ્યો હતો. પિતા અશોક રાણાએ હરીશને આખરી પ્રણામ કરીને લોકોને વિનંતી કરી હતી કે ‘કોઈ રડશો નહીં. દીકરો શાંતિથી જાય એ માટે પ્રાર્થના કરીએ. દીકરો જ્યાં પણ નવો જન્મ લે ત્યાં તેને ભગવાનના આશીર્વાદ મળે.’ દીકરાના મૃત્યુ બાદ તેનાં અંગોનું દાન કરવાનો નિર્ણય અશોક રાણાએ લીધો હતો. ડૉક્ટરોના કહેવા મુજબ હરીશનાં બે ફેફસાં, બે કિડની અને બે કૉર્નિયા દાન કરવામાં આવ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 10:57 AM IST | Ghaziabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK