BJPનાં વિધાનસભ્યે પગ ધોઈને તેમનું સ્વાગત કર્યું
આદિવાસી પરિવારોના પગ ધોઈને તેમનું સન્માન કર્યું હતું
છત્તીસગઢના કવર્ધા જિલ્લાના પંડારિયા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા કુકદુર તહસીલના દામગઢ ગામમાં ૬૬ આદિવાસી પરિવારોએ ફરીથી હિન્દુ ધર્મ અપનાવ્યો હોવાથી તેમના માટે ઘરવાપસી કાર્યક્રમ યોજાયો હતો. આ ઝુંબેશનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી (BJP)નાં નેતા અને પંડારિયાનાં વિધાનસભ્ય ભાવના બોહરાએ કર્યું હતું. પરંપરાગત વિધિઓ સાથે આયોજિત સમારોહ દરમ્યાન તેમણે આદિવાસી પરિવારોના પગ ધોઈને તેમનું સન્માન કર્યું હતું. સામાજિક ભાગીદારી અને ધાર્મિક વિધિઓ સાથે કાર્યક્રમ પૂરો થયો હતો.
કવર્ધાના જંગલ વિસ્તારોમાં અત્યાર સુધીમાં કુલ ૨૬૫ આદિવાસી પરિવારોની ઘરવાપસી થઈ છે. આ કાર્યક્રમમાં ગ્રામજનો અને સામાજિક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પહેલને શ્રદ્ધા, પરંપરા અને સાંસ્કૃતિક ઓળખમાં મૂળ ગણાવવામાં આવી રહી છે, જ્યારે એ રાજકીય અને સામાજિક સ્તરે પણ ચર્ચાનો વિષય બની છે.


