Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હૈદરાબાદની પ્રાઇવેટ સ્કૂલમાં હિન્દુ વિદ્યાર્થીને કલમા પઢવાનું હોમવર્ક અપાયું

હૈદરાબાદની પ્રાઇવેટ સ્કૂલમાં હિન્દુ વિદ્યાર્થીને કલમા પઢવાનું હોમવર્ક અપાયું

Published : 17 July, 2026 07:09 AM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલ પોલીસ પરિવારની ફરિયાદના આધારે કાનૂની અભિપ્રાય મેળવી રહી છે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


હૈદરાબાદની એક પ્રાઇવેટ સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતા ૬ વર્ષના હિન્દુ વિદ્યાર્થીને હોમવર્ક તરીકે ઇસ્લામિક પ્રાર્થના શીખવાનું કહેવામાં આવતાં મોટો વિવાદ સર્જાયો છે. બાળકના પરિવારના જણાવ્યા અનુસાર બાળકની હોમવર્ક ડાયરીમાં પ્રથમ અને બીજો ‘કલમો’ તથા ‘ફતેહ’ વાંચવાની સૂચના લખેલી હતી. પરિવારે સ્કૂલના સંચાલકો સામે વાંધો ઉઠાવ્યો હતો કે કોઈ પણ વિદ્યાર્થીને તેના ધર્મ વિરુદ્ધની ધાર્મિક શિક્ષા માટે મજબૂર કરી શકાય નહીં.

બાળકની કાકીએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને આક્ષેપ કર્યો હતો કે સ્કૂલ પ્રશાસને શરૂઆતમાં એને ફરજિયાત ધાર્મિક પ્રથા ગણાવી હતી, પરંતુ વિવાદ વધ્યા બાદ ભૂલથી લખાઈ ગયું હોવાનો બચાવ કર્યો હતો. આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓએ પરિવારની મુલાકાત લઈને સ્કૂલ સામે કડક તપાસની માગણી કરી છે.



પોલીસની પ્રાથમિક તપાસ મુજબ વર્ગના ૨૫ વિદ્યાર્થીઓમાં તે એકમાત્ર હિન્દુ છે અને શિક્ષકે ભૂલથી તેની ડાયરીમાં આ એન્ટ્રી કરી દીધી હતી. હાલ પોલીસ પરિવારની ફરિયાદના આધારે કાનૂની અભિપ્રાય મેળવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 07:09 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK