Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઍક્ટર મહેશ બાબુ બનશે EDના મહેમાન, મની લૉન્ડરિંગ અને છેતરપિંડી કેસમાં સમન્સ મળ્યું

ઍક્ટર મહેશ બાબુ બનશે EDના મહેમાન, મની લૉન્ડરિંગ અને છેતરપિંડી કેસમાં સમન્સ મળ્યું

Published : 22 April, 2025 11:16 AM | Modified : 22 April, 2025 11:30 AM | IST | Hyderabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Actor Mahesh Babu Summoned by ED: એજન્સી 5.9 કરોડ રૂપિયાના વ્યવહારોને સમજવાની પ્રયત્નો કરી રહી છે જે અભિનેતાને કંપનીઓ પાસેથી એન્ડોર્સમેન્ટ ફી તરીકે ચૅક અને રોકડ દ્વારા મળ્યા હતા. આ અંગે હજી સુધી અભિનેતાએ કોઈ જાહેર નિવેદન આપ્યું નથી.

મહેશ બાબુ ફાઇલ તસવીર

મહેશ બાબુ ફાઇલ તસવીર


સાઉથની ફિલ્મોના સુપર સ્ટાર (Actor Mahesh Babu Summoned by ED) અભિનતા મોટી મુસીબતમાં ફસયા હોવાના સમાચાર છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેલુગુ અભિનેતા મહેશ બાબુને કેટલાક સ્થાનિક ગૃપ્સ દ્વારા આચરવામાં આવેલા કથિત રિયલ એસ્ટેટ છેતરપિંડી કેસ સાથે જોડાયેલા મની લૉન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. 49 વર્ષીય અભિનેતાને 28 એપ્રિલે અહીં ફેડરલ તપાસ એજન્સીની ઑફિસમાં હાજર થવા અને પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ તેનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે.


આ કેસ વેંગલ રાવ નગર સ્થિત એક અગ્રણી રિયલ એસ્ટેટ કંપની સાઈ સૂર્યા ડેવલપર્સ, સુરાણા ગ્રુપ અને કેટલાક અન્ય લોકો સાથે સંબંધિત છે. ED એ 16 એપ્રિલે સિકંદરાબાદ, જ્યુબિલી હિલ્સ અને બોવેનપલ્લી સ્થિત પરિસરમાં આ કેસમાં દરોડા પાડ્યા હતા. હાલમાં બાબુની (Actor Mahesh Babu Summoned by ED) આરોપી તરીકે તપાસ થઈ રહી નથી અને તે કૌભાંડમાં સંડોવાયેલો પણ ન હોઈ શકે એવી શક્યતા છે. બાબુએ આરોપી કંપનીઓના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને સમર્થન આપ્યું હોઈ શકે છે, જેથી તે કથિત છેતરપિંડી વિશે જાણતો નથી.



એજન્સી 5.9 કરોડ રૂપિયાના વ્યવહારોને સમજવાની પ્રયત્નો કરી રહી છે જે અભિનેતાને કંપનીઓ પાસેથી એન્ડોર્સમેન્ટ ફી તરીકે ચૅક અને રોકડ દ્વારા મળ્યા હતા. આ અંગે હજી સુધી અભિનેતાએ કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. આ ED કેસ તેલંગાણા પોલીસમાં સાઈ સૂર્યા ડેવલપર્સના માલિક સતીશ ચંદ્ર ગુપ્તા અને ભાગ્યનગર પ્રોપર્ટીઝ લિમિટેડના ડિરેક્ટર નરેન્દ્ર સુરાણા અને અન્ય લોકો સામે પ્લોટના વેચાણ માટે એડવાન્સ તરીકે અનેક રોકાણકારોને તેમના મહેનતના પૈસા સાથે છેતરપિંડી કરવા બદલ ફરિયાદ પરથી શરૂ થયો છે.


આરોપીઓ અનધિકૃત જમીન લેઆઉટ, વિવિધ ગ્રાહકોને સેમ પ્લૉટ વેચવા, યોગ્ય કરાર વિના ચુકવણી સ્વીકારવી અને પ્લૉટ નોંધણીના ખોટા ખાતરીઓ સહિત ‘છેતરપિંડીભરી’ યોજનાઓ બનાવી હતી, એમ એજન્સીએ શોધખોળ પછી જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આરોપીઓના કાર્યોથી અસંખ્ય રોકાણકારોને નાણાકીય નુકસાન થયું હતું. "પૂર્વનિર્ધારિત અને અપ્રમાણિક ઇરાદા સાથે સામાન્ય જનતાને છેતરીને, તેઓએ ગુનાની રકમ ઉભી કરી હતી જેને પોતાને અને સંબંધિત સંસ્થાઓને ખોટા લાભ માટે ઉપયોગ કરવામાં આવી હતી અને લૉન્ડર કરવામાં આવી હતી," EDએ (Actor Mahesh Babu Summoned by ED) કહ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે દરોડા દરમિયાન રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ડિપોઝિટ અને લગભગ 100 કરોડ રૂપિયાના ‘બિનહિસાબી’ રોકડ વ્યવહારો સંબંધિત ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા છે. નરેન્દ્ર સુરાણા અને સુરાણા ગ્રુપ ઑફ કંપનીઝના પરિસરમાંથી 74.50 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે, એમ નિવેદનમાં જણાવાયું છે.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2025 11:30 AM IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK