Bengaluru IAF officer road rage: પોલીસે વાયુસેના અધિકારી સામે પણ કેસ નોંધ્યો છે, સોશ્યલ મીડિયા પર સીસીટીવી ફૂટેજ થઈ રહ્યાં છે વાયરલ
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર અત્યારે કર્ણાટક (Karnataka)ની રાજધાની બેંગલુરુ (Bengaluru)માં બનેલી એક દુર્ઘટનાની ચોતરફ ચર્ચા થઈ રહી છે. ત્યાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી. અહીં, ભારતીય વાયુસેના (Indian Air Force)ના એક વિંગ કમાન્ડર પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિંગ કમાન્ડર (Wing Commander) પર હુમલો ત્યારે થયો જ્યારે તેઓ તેમની પત્ની સાથે એરપોર્ટ જઈ રહ્યા હતા. આ ઘટનામાં તેમને માથામાં ઈજા થઈ હતી અને તેમણે પોલીસની નિષ્ક્રિયતા બદલ ટીકા પણ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. આ કેસમાં, બેંગલુરુ પોલીસ (Bengaluru Police)એ કહ્યું હતું કે સોમવારે સવારે બેંગલુરુમાં કન્નડ ભાષી લોકોના જૂથ દ્વારા ભારતીય વાયુસેનાના અધિકારી પર હુમલો અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ કેસમાં એકની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે પોલીસે તે વાયુસેના અધિકારી સામે પણ કેસ નોંધ્યો છે. આ કેસમાં એક પછી એક નવા વળાંક આવી રહ્યાં છે.
બેંગલુરુમાં `રોડ રેજ` (Bengaluru IAF officer road rage) ઘટનામાં એરફોર્સ ઓફિસરની ફરિયાદ પર ધરપકડ કરાયેલા કોલ સેન્ટરના કર્મચારીની ફરિયાદ પર ૪૦ વર્ષીય એરફોર્સ ઓફિસર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે અગાઉ, અધિકારીની ફરિયાદ પર, કોલ સેન્ટરના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી, જેના જવાબમાં તેમણે અધિકારી વિરુદ્ધ FIR નોંધાવી છે.
ADVERTISEMENT
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર શિલાદિત્ય બોઝે એક વીડિયો શેર કર્યો હતો જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સોમવારે સવારે બેંગલુરુમાં બાઇક પર તેમનો પીછો કરી રહેલા કન્નડ ભાષી લોકોના એક જૂથે તેમના પર હુમલો કર્યો હતો અને દુર્વ્યવહાર કર્યો હતો. પોલીસે તેને રોડ રેજનો કેસ ગણાવ્યો અને વિકાસ કુમારની ધરપકડ કરી. તે એક સોફ્ટવેર કંપનીના કોલ સેન્ટરમાં ટીમ હેડ તરીકે કામ કરે છે.
મળતી માહિતી મુજબ, વિંગ કમાન્ડર બોઝ અને તેમની પત્ની સ્ક્વોડ્રન લીડર મધુમિતા બેંગલુરુના સીવી રમણ નગર સ્થિત ડીઆરડીઓ કોલોનીથી એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા. મધુમિતા કાર ચલાવી રહી હતી ત્યારે એક બાઇક ચાલકે તેની કાર રોકી. આ પછી બાઇક સવાર કન્નડમાં ગાળો બોલવા લાગ્યો. વિંગ કમાન્ડરે કહ્યું કે તેમણે પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડ વધતી ગઈ અને પરિસ્થિતિ કાબુ બહાર ગઈ. વિંગ કમાન્ડરે એક વીડિયોમાં પોતાની આપવીતી જણાવી હતી અને ઘટના વિશે માહિતી આપી હતી.
View this post on Instagram
હવે સોશ્યલ મીડિયા પર અન્ય વીડિયો વાયરલ (Viral Video) થયા છે. જેમાં, વિંગ કમાન્ડર પણ હુમલો કરતા દેખાય છે. બંને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યો અને કેટલાક કથિત વીડિયોમાં ભારતીય વાયુસેનાના અધિકારી આરોપીઓ પર હુમલો કરતા જોવા મળ્યા, જેના કારણે ઘણા લોકો જોવા માટે એકઠા થયા. વીડિયોમાં, અધિકારી કુમાર સાથે દલીલ કરતા અને જાહેરમાં તેને મારતા જોવા મળે છે, જ્યારે તેમની પત્ની તેમને રોકવાનો પ્રયાસ કરે છે.
પોલીસે જણાવ્યું કે, અધિકારીની પત્ની, સ્ક્વોડ્રન લીડર મધુમિતા દત્તાની ફરિયાદના આધારે, બૈયપ્પનહલ્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી વિકાસ કુમારની ધરપકડ કરવામાં આવી. ડીસીપીએ કહ્યું, `તેમની વચ્ચે દલીલ થઈ હતી. બંનેએ એકબીજા પર હુમલો કર્યો. સોમવારે સવારે લગભગ છ વાગ્યે, વાયુસેનાના અધિકારી તેમના DRDO ક્વાર્ટરથી કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક (Kempegowda International Airport) તરફ જઈ રહ્યા હતા. તેની પત્ની કાર ચલાવી રહી હતી અને તે તેની બાજુમાં બેઠો હતો.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, આ હુમલામાં વિંગ કમાન્ડરને ચહેરા અને માથા પર ઈજાઓ થઈ હતી.

