Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લંડનના ભવ્ય મહેલ અને અબુ ધાબીમાં યોજાશે અનંત-રાધિકાનાં લગ્નનાં ફંક્શન

લંડનના ભવ્ય મહેલ અને અબુ ધાબીમાં યોજાશે અનંત-રાધિકાનાં લગ્નનાં ફંક્શન

24 April, 2024 07:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફંક્શન માટે બૉલીવુડની સેલિબ્રિટીઝને પહેલાંથી જ આમંત્રણ અપાઈ ગયું છે જેથી તેઓ એ મુજબ પોતાનું શેડ્યુલ ગોઠવીને હાજર રહી શકે

અનંત અંબાણી , રાધિકા મર્ચન્ટ

અનંત અંબાણી , રાધિકા મર્ચન્ટ


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી ૧૨ જુલાઈએ ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાનો છે. અનંત-રાધિકાનાં લગ્નનું એક ફંક્શન લંડનમાં આવેલા ભવ્ય સ્ટૉક પાર્ક એસ્ટેટમાં તથા બીજું અબુ ધાબીમાં થવાનું છે અને એ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ફંક્શન માટે બૉલીવુડની સેલિબ્રિટીઝને પહેલાંથી જ આમંત્રણ અપાઈ ગયું છે જેથી તેઓ એ મુજબ પોતાનું શેડ્યુલ ગોઠવીને હાજર રહી શકે. સ્ટૉક પાર્ક અને અબુ ધાબીમાં કયું ફંક્શન યોજાશે એ હજી જાહેર કરવામાં આવ્યું નથી. જોકે કેટલાક અહેવાલો અનુસાર આ ફંક્શન કૉકટેલ કે સંગીત-નાઇટ અને લગ્ન હોઈ શકે છે.

આ મહિનાની શરૂઆતમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ૨૦ લક્ઝરી કારના કાફલા સાથેની સઘન સુરક્ષા વચ્ચે દુબઈના બે મૉલમાં શૉપિંગ કરી હતી. માર્ચમાં મુકેશ અને નીતા અંબાણીએ અનંત અને રાધિકા માટે જામનગરમાં ત્રણ દિવસ માટે ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું, જેમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. આ ફંક્શનના વિડિયો હજી પણ એટલા જ ચર્ચામાં છે. અનંત અને રાધિકાએ ડિસેમ્બર ૨૦૨૨માં રાજસ્થાનના નાથદ્વારામાં રોકા સેરેમની અને જાન્યુઆરી ૨૦૨૩માં મુંબઈમાં સગાઈ કરી હતી. બન્ને એકમેકને બાળપણથી ઓળખતાં હતાં, પણ ૨૦૧૮માં મૅચિંગ કપડાંમાં તેમની એક તસવીર વાઇરલ થતાં લોકોને તેમની રિલેશનશિપ વિશે જાણ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2024 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK