પત્રકારોને આ જીતનો નહીં, જંગનો સમય છે એવું કહેનારાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન પોતાના કાર્યકરો સાથે ડાન્સ કરીને જીતનું જશન મનાવતાં જોવા મળ્યા બાદ તેમની જ પાર્ટીનાં સંસદસભ્ય સ્વાતિ માલીવાલ ભડક્યાં
સ્વાતી માલીવાલ, આતિશી માર્લેના
દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આતિશીએ ગઈ કાલે કાલકાજી બેઠક પર જીત મળ્યા બાદ પત્રકારોને કહ્યું હતું કે આ જીતનો નહીં, જંગનો સમય છે. જોકે નવાઈની વાત એ છે કે તેમની આમ આદમી પાર્ટીની હાર થઈ હોવા છતાં શનિવારે રાતે તેઓ પોતાના કાર્યકરો સાથે ડાન્સ કરીને જીતનો જશન મનાવતાં જોવા મળ્યાં હતાં. આ બાબતે તેમની જ પાર્ટીનાં રાજ્યસભાના સંસદસભ્ય સ્વાતી માલીવાલે પ્રશ્ન કરીને આતિશીને પૂછ્યું હતું કે ‘આ તે કેવી બેશરમી છે? પાર્ટી હારી છે, પાર્ટીના ટોચના નેતા હાર્યા છે અને આતિશી આ રીતે સેલિબ્રેશન કરી રહી છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)