Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > CJPનું ઑડિટ શરૂ થાય એ પહેલાં રાજસ્થાનની સ્કૂલોમાં બહારના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ

CJPનું ઑડિટ શરૂ થાય એ પહેલાં રાજસ્થાનની સ્કૂલોમાં બહારના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ

Published : 18 August, 2026 09:04 AM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈ પણ આવીને સ્કૂલ-પરિસરમાં ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી નહીં કરી શકે

રવિવારે રાજસ્થાન સરકારે રાજ્ય સંચાલિત સરકારી શાળાઓમાં બહારના લોકોના ગેરકાયદે પ્રવેશ પર કડક પ્રતિબંધો લગાવી દીધા હતા

રવિવારે રાજસ્થાન સરકારે રાજ્ય સંચાલિત સરકારી શાળાઓમાં બહારના લોકોના ગેરકાયદે પ્રવેશ પર કડક પ્રતિબંધો લગાવી દીધા હતા


કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના આશુતોષ રાંકાએ ‘સ્કૂલ ઠીક કરો’ની ઝુંબેશના ભાગરૂપે રાજસ્થાનની શાળાઓના પ્રવાસની જાહેરાત કરી એ જ દિવસે રાજ્ય સરકારે નવો આદેશ બહાર પાડીને સ્કૂલ-પરિસરમાં બહારના લોકોની એન્ટ્રી પર રોક લગાવી દીધી છે. રવિવારે રાજસ્થાન સરકારે રાજ્ય સંચાલિત સરકારી શાળાઓમાં બહારના લોકોના ગેરકાયદે પ્રવેશ પર કડક પ્રતિબંધો લગાવી દીધા હતા. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં અજાણ્યા લોકોના પ્રવેશ, ફોટોગ્રાફી અને શાળા-પરિસરમાં લાઇવ સ્ટ્રીમિંગ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વ્યક્તિગત માહિતી એકઠી કરવાના મુદ્દે કડક ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી હતી.

શું કારણ આપ્યું સરકારે?
સરકારે જણાવ્યું હતું કે આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ બાળકોની સલામતી, ગૌરવ અને સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે. માધ્યમિક શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી હતી કે આ પગલાં બાળકોના પ્રાઇવસીના અધિકારનું રક્ષણ કરવા અને નૅશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) માર્ગદર્શિકા અને શાળા સલામતી નીતિનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 09:04 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK