Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટકમાં મળ્યું GPS ટ્રૅકરવાળું પંખી, ચાઇનીઝ સ્પાય હોવાની શંકા જાગી

કર્ણાટકમાં મળ્યું GPS ટ્રૅકરવાળું પંખી, ચાઇનીઝ સ્પાય હોવાની શંકા જાગી

Published : 19 December, 2025 10:06 AM | IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે પૂરતી તપાસ પછી નિષ્ણાતોએ કહ્યું કે INS કદમ્બના નેવલ બેઝ પર મળી આવેલા આ પંખીથી કોઈ ખતરો નથી

સ્થાનિક લોકોને એક સીગલ પંખી મળ્યું હતું

સ્થાનિક લોકોને એક સીગલ પંખી મળ્યું હતું


કર્ણાટકના કારવાર બીચ પર બુધવારે કંઈક અંશે કુતૂહલ તો કંઈક આંશકાનો માહોલ બની ગયો હતો. INS કદમ્બના નેવલ બેઝ પર સ્થાનિક લોકોને એક સીગલ પંખી મળ્યું હતું જેની પીઠ પર અજીબ ઉપકરણ લગાવેલું હતું. આ ઉપકરણ મેડ ઇન ચાઇના છે એટલે પહેલાં તો શંકા થઈ કે આ કોઈ ચાઇનીઝ સ્પાય બર્ડ છે. જોકે વનવિભાગ અને તપાસ-એજન્સીઓએ તરત જ આ પંખીને પકડીને એના પર લાગેલું ડિવાઇસ શું છે એ સમજવાની કોશિશ કરી તો ખબર પડી કે આ તો પૂરી રીતે વૈજ્ઞાનિક સંશોધન માટે થતા પ્રયોગનો ભાગ છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) ટ્રૅકર સાથેનું સીગલ ખૂબ થાકી ગયેલું હતું અને એને થોડી ઈજા પણ થઈ હતી. વનવિભાગના અધિકારીઓએ પંખી પર લાગેલા ઉપકરણમાં ક્યાંય કૅમેરા કે જાસૂસી યંત્રો નથી એની ખાતરી કરી હતી. જે ડિવાઇસ હતું એ GPS હતું. સામાન્ય રીતે એનો ઉપયોગ પ્રવાસી પંખીઓની માઇગ્રેશન પૅટર્નને સમજવા માટે થાય છે. અધિકારીઓએ શ્રીલંકાની વાઇલ્ડલાઇફ ઍન્ડ નેચર પ્રોટેક્શન સોસાયટીનો સંપર્ક કર્યો હતો, જેમાં ખબર પડી હતી કે આ સીગલ એમના લાંબા ગાળાના વૈજ્ઞાનિક રિસર્ચ પ્રોજેક્ટ માટે ટૅગ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં વપરાયેલા GPS ટ્રૅકરનું નિર્માણ ચીનમાં થયું હતું.

કેમ ચિંતા થઈ?



કર્ણાટકનો આ બીચ INS કદમ્બ પાસે હોવાથી લોકો જરૂર કરતાં વધુ અટકળો લગાવી બેઠા હતા. જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રિસર્ચ માટે વપરાયેલું પંખી છે. આ પંખી ૧૦,૦૦૦ કિલોમીટરથી લાંબું અંતર કાપી ચૂક્યું છે અને આર્કટિક ક્ષેત્રોમાં અનેક દેશો થઈને અહીં પહોંચ્યું છે. GPS યુનિટને સુરક્ષિત રીતે દૂર કરીને હવે સીગલ પંખીને વનવિભાગની નિગરાનીમાં રાખવામાં આવ્યું છે.  


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2025 10:06 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK