Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દાનચોરીના મામલે ચંપત રાય જેલમાં જઈ શકે, હું નરેન્દ્ર મોદી સાથે આ બાબતે સંપર્કમાં

દાનચોરીના મામલે ચંપત રાય જેલમાં જઈ શકે, હું નરેન્દ્ર મોદી સાથે આ બાબતે સંપર્કમાં

Published : 04 July, 2026 10:56 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિનય કટિયારનો દાવો

વિનય કટિયાર

વિનય કટિયાર


અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર દાનવિવાદમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને બજરંગ દળના સ્થાપક વિનય કટિયારે નવા દાવા સાથે રાજકીય વિવાદ ઊભો કર્યો છે. વિનય કટિયારે જણાવ્યું હતું કે ‘મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા મુખ્ય લોકો ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી ચંપત રાય અને ભૂતપૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રા દાનભંડોળના કથિત ગેરવહીવટના સંદર્ભમાં જેલમાં જઈ શકે છે. આ મુદ્દે મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી હતી.’

આ મુદ્દે વિનય કટિયારે કહ્યું હતું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંપર્કમાં છું અને મને વિશ્વાસ છે કે બધું સારું થઈ જશે. વર્તમાન ઘટનાક્રમ અંગે તેમણે કહ્યું હતું કે ‘કોઈ પણ અંતિમ નિષ્કર્ષ કાઢવો હજી વહેલો છે અને જે કંઈ થશે એ સારું જ થશે. હું કોઈનું નામ જાહેર નહીં કરું. આ કેસમાં નોંધપાત્ર રકમની ઉચાપત થઈ છે અને તપાસ ચાલુ છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 10:56 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK