BJP leader Shivraj Singh Chouhan: શિવરાજ સિંહ પોતે ભાજપ અને કૉંગ્રેસ સહિત મોટા ઉદ્યોગપતિઓના ઘરોની મુલાકાત લઈ રહ્યા છે અને પોતાના હાથે લગ્નના આમંત્રણ કાર્ડ આપી રહ્યા છે.
રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને પુત્રોના લગ્નનું આમંત્રણ આપવા પત્ની સાથે પહોંચ્યા શિવરાજ સિંહ ચૌહાણ
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સોમવારે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) મળવા પહોંચ્યા હતા. ચૌહાણ તેમની પત્ની સાધના સિંહ સાથે અહીં પહોંચ્યા હતા અને તેમણે બન્નેને તેમના દીકરાનાના લગ્નમાં આમંત્રણ આપ્યું.
ખડગેએ ચપ્પલ પહેર્યા હતા અને રાહુલ ગાંધી ખુલ્લા પગે જોવા મળ્યા
ADVERTISEMENT
શિવરાજ સિંહ ચૌહાણ સાથેની મુલાકાત દરમિયાન મલ્લિકાર્જુન ખડગે ચપ્પલ પહેરેલા જોવા મળ્યા હતા. જ્યારે રાહુલ ગાંધી ખુલ્લા પગે જોવા મળ્યા હતા.
લગ્નની તૈયારીઓ વચ્ચે શિવરાજ આમંત્રણો આપવામાં વ્યસ્ત છે
તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વર્તમાન કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ તેમના બે પુત્રોના લગ્નની તૈયારીઓ વચ્ચે તેમના પરિવારના સભ્યો, મિત્રો અને પરિચિતોને આમંત્રણ આપવામાં વ્યસ્ત છે. ખાસ મહેમાનોના ઘરે પણ લગ્નના કાર્ડ પહોંચવા લાગ્યા છે. શિવરાજ સિંહ પોતે ભાજપ અને કૉંગ્રેસ સહિત મોટા ઉદ્યોગપતિઓના ઘરોની મુલાકાત લઈ રહ્યા છે અને પોતાના હાથે લગ્નના આમંત્રણ કાર્ડ આપી રહ્યા છે.
કોને કોને આમંત્રણ મળ્યું
વિઘ્નહર્તા ગણેશ ભગવાનને લગ્નમાં આમંત્રણ આપ્યા પછી, શિવરાજ સિંહ ચૌહાણે જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બીજું આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન શિવરાજ સિંહની સાથે તેમની પત્ની સાધના સિંહ ચૌહાણ અને બન્ને દીકરાઓ કાર્તિકેય અને કુણાલ પણ હતા. પૂર્વ મુખ્યમંત્રીએ કૉંગ્રેસ પાર્ટીના અનેક મોટા નેતાઓના નિવાસસ્થાનોની પણ મુલાકાત લીધી અને તેમને લગ્નના આમંત્રણ કાર્ડ આપ્યા. જેમાં જીતુ પટવારી, દિગ્વિજય સિંહ, કમલનાથ વગેરે નેતાઓના નામ શામેલ છે. લગ્ન સમારોહમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ પક્ષોના ધારાસભ્યો અને વિદેશી મહેમાનો પણ હાજરી આપે તેવી અપેક્ષા છે.
પહેલા નાના દીકરાના લગ્ન અને પછી મોટા દીકરાના લગ્ન
અહેવાલ મુજબ, શિવરાજ સિંહ ચૌહાણના નાના દીકરા કુણાલના લગ્ન મોટા દીકરા પહેલા થશે. ૧૪ ફેબ્રુઆરીએ, કુણાલ તેની બાળપણની મિત્ર રિદ્ધિ જૈન સાથે રાજધાની ભોપાલની એક પ્રખ્યાત હૉટલમાં લગ્ન કરશે. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રીના મોટા પુત્ર કાર્તિકેય સિંહ ચૌહાણના લગ્ન 5 અને 6 માર્ચે રાજસ્થાનના ઉદયપુરમાં અમાનત બંસલ સાથે થશે.
શિવરાજ સિંહની બન્ને પુત્રવધૂઓ
તમને જણાવી દઈએ કે શિવરાજ સિંહ ચૌહાણની ભાવિ મોટી વહુ અમાનત બંસલ મૂળ રાજસ્થાનની છે. અમાનત બંસલના પિતા અનુપમ બંસલ જૂતા કંપની લિબર્ટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. જ્યારે શિવરાજની ભાવિ નાની પુત્રવધૂ રિદ્ધિ જૈન ભોપાલની નિશાંત કોલોનીમાં રહે છે. તેમના પિતા આદિત્ય બિરલા ગ્રુપમાં ઉપપ્રમુખ પદ ધરાવે છે. કુણાલ અને રિદ્ધિ બાળપણના મિત્રો છે અને ગયા વર્ષે 23 મેના રોજ તેમની સગાઈ થઈ હતી.