Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને મહાકુંભમાં પહોંચી તામિલનાડુની બુલેટ રાની

૨૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને મહાકુંભમાં પહોંચી તામિલનાડુની બુલેટ રાની

Published : 22 January, 2025 07:08 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજલક્ષ્મીએ કહ્યું હતું કે મારી આ યાત્રા સનાતન ધર્મને મજબૂત બનાવવા માટે હતી

બુલેટ રાની

મહાકુંભ ડાયરી

બુલેટ રાની


તામિલનાડુની રાજલક્ષ્મી નંદા ગઈ કાલે ૨૦૦૦ કિલોમીટરની બુલેટયાત્રા કરીને પ્રયાગરાજ પહોંચી હતી. બુલેટ રાનીના નામે જાણીતી રાજલક્ષ્મી ‘ચલો કુંભ, નહાઓ કુંભ’ના નારા સાથે જુુદાં-જુદાં રાજ્યોમાંથી પસાર થઈને મહાકુંભમાં પહોંચી છે. રાજલક્ષ્મીએ કહ્યું હતું કે મારી આ યાત્રા સનાતન ધર્મને મજબૂત બનાવવા માટે હતી, લોકો જાગ્રત થઈને મહાકુંભના મહત્વને સમજે એ માટે હતી, હું આટલું અંતર કાપીને મહાકુંભમાં સ્નાન કરવા અને એની અનુભૂતિ કરવા જઈ રહી છું એ જોઈને લોકો પણ પોતાના ઘરમાંથી નીકળે એ માટે હતી.


ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પધાર્યા મહાકુંભમાં




ગઈ કાલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે પ્રયાગરાજના પવિત્ર સંગમમાં સ્નાન કર્યું હતું

મહાકુંભમાં તહેનાત છે​ રિવર ઍમ્બ્યુલન્સ પણ


મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓને મેડિકલ મદદની જરૂર પડે તો તેમને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવા ૧૨૫ રોડ અૅમ્બ્યુલન્સ ઉપરાંત ૧૭ રિવર અૅમ્બ્યુલન્સ અને એક અૅર અૅમ્બ્યુલન્સને ખડે પગે રાખવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2025 07:08 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK