Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશમાં આજે થશે પ્રધાનમંડળનો વિસ્તાર

ઉત્તર પ્રદેશમાં આજે થશે પ્રધાનમંડળનો વિસ્તાર

Published : 10 May, 2026 11:01 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યપાલ આનંદીબહેનને મળીને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે નવા પ્રધાનોની યાદી સોંપી

ગઈ કાલે યોગી આદિત્યનાથે ગવર્નર આનંદીબહેન પટેલને મળીને નેતાઓની યાદી સોંપી હતી

ગઈ કાલે યોગી આદિત્યનાથે ગવર્નર આનંદીબહેન પટેલને મળીને નેતાઓની યાદી સોંપી હતી


ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એ ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળના વિસ્તારની વાતો પર આજે પૂર્ણવિરામ આવી જશે. આજે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ પ્રધાનમંડળનો વિસ્તાર કરશે. આજે બપોરે ૩.૩૦ વાગ્યે જનભવનમાં છ વિધાનસભ્યોને પ્રધાનપદના શપથ લેવડાવવામાં આવશે. અન્ય કેટલાક પ્રધાનોનાં ખાતાંઓની ફાળવણીઓમાં બદલાવ થાય એવી સંભાવના છે. ગઈ કાલે યોગી આદિત્યનાથે ગવર્નર આનંદીબહેન પટેલને મળીને નેતાઓની યાદી સોંપી હતી. હાલમાં ઉત્તર પ્રદેશમાં ૫૪ પ્રધાનો છે. છ પ્રધાનોની જગ્યા ખાલી છે. રાજ્યમાં કુલ ૬૦ પ્રધાનોની જોગવાઈ છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2026 11:01 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK