Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આજથી ટ્રેનની ટિકિટ અને UPIના નિયમમાં ફેરફાર, સિમ કાર્ડ વિના મોબાઇલમાં વૉટ્સઍપ ચાલુ નહીં થાય

આજથી ટ્રેનની ટિકિટ અને UPIના નિયમમાં ફેરફાર, સિમ કાર્ડ વિના મોબાઇલમાં વૉટ્સઍપ ચાલુ નહીં થાય

Published : 01 March, 2026 07:25 AM | Modified : 01 March, 2026 12:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નવી ઍપ પર જનરલ ટિકિટ, પ્લૅટફૉર્મ ટિકિટ અને લોકલ યાત્રા સાથે જોડાયેલી ચીજો ઉપલબ્ધ થશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજથી શરૂ થતા માર્ચ મહિનાથી ઘણા મહત્ત્વના ફેરફાર થઈ રહ્યા છે. રેલવે ટિકિટ : આજથી જનરલ અને પ્લૅટફૉર્મ ટિકિટ બુક કરવાના નિયમ બદલવામાં આવ્યા છે. રેલવેએ એની જૂની UTS ઍપ આજથી બંધ કરી છે અને એના સ્થાને રેલવન ઍપ એક્ટિવ થઈ છે. આ નવી ઍપ પર જનરલ ટિકિટ, પ્લૅટફૉર્મ ટિકિટ અને લોકલ યાત્રા સાથે જોડાયેલી ચીજો ઉપલબ્ધ થશે.

સિમ બાઇન્ડિંગ : ડિજિટલ ફ્રૉડ રોકવા માટે સરકારે સિમ બાઇન્ડિંગનો નિયમ બનાવ્યો છે. આ નિયમ હેઠળ વૉટ્સઍપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી ઍપ તમારા મોબાઇલ સિમ સાથે લિન્ક રહેશે. સિમ કાર્ડ બહાર કાઢતાં આ ઍપ કામ કરતી બંધ થઈ જશે. વાઇ-ફાઇ કે અન્ય નેટવર્ક દ્વારા પણ સિમ કાર્ડ વિના આ ઍપ કામ કરશે નહીં.



UPI પેમેન્ટ : ડિજિટલ પેમેન્ટને સુરક્ષિત બનાવવા માટે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) દ્વારા મોટી રકમને ટ્રાન્સફર માત્ર પિનથી કરી શકાશે નહીં, હાઈ-વૅલ્યુ ટ્રાન્ઝૅક્શન માટે વધારાનું બાયોમેટ્રિક અથવા મલ્ટિ-ફૅક્ટર ઑથેન્ટિફિકેશન અનિવાર્ય બનાવવામાં આવશે.


મિનિમમ બૅલૅન્સ : બૅન્કના ખાતામાં મિનિમમ બૅલૅન્સ માટેના નિયમ પણ બદલાયા છે. હવે એક દિવસ બૅલૅન્સ ઓછું થાય તો પેનલ્ટી નહીં લાગે. મહિનાના ઍવરેજ મન્થ્લી બૅલૅન્સના આધારે પેનલ્ટી લાગશે.


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2026 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK