Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જયપુરના ગામમાં ભેંસના તબેલામાં ચાલતી સ્કૂલનું નિરીક્ષણ કરવા ગયેલી CJPની ટીમ પર હુમલો

જયપુરના ગામમાં ભેંસના તબેલામાં ચાલતી સ્કૂલનું નિરીક્ષણ કરવા ગયેલી CJPની ટીમ પર હુમલો

Published : 22 August, 2026 11:44 AM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૮ કલાકમાં આરોપીઓ સામે અૅક્શન લેવાની માગણી, નહીંતર જયપુરમાં જંતર મંતર જેવું આંદોલન કરવાની અને રાજસ્થાનના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર મદન દિલાવરનું રાજીનામું માગવામાં આવશે એવી ચીમકી

CJPની ટીમ જ્યાં ગઈ એ સ્કૂલની હાલત.

CJPની ટીમ જ્યાં ગઈ એ સ્કૂલની હાલત.


રાજસ્થાનના જયપુરમાં રામપુરા કંવરપુરા ગામમાં આવેલી એક સરકારી સ્કૂલના નિરીક્ષણ માટે ગયેલી કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ની ટીમ પર ટોળાએ હુમલો કર્યો હતો. CJPના સહસ્થાપક આશુતોષ રાંકાના નેતૃત્વમાં ગયેલી આ ટીમનો દાવો છે કે સ્કૂલ ભેંસના તબેલામાંથી ચાલી રહી હોવાથી ગ્રામજનોએ જ તેમને બોલાવ્યા હતા; જોકે ત્યાં પહેલેથી જ હાજર ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો, મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને વાહનોમાં તોડફોડ કરી હતી.

આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે તેમને અર્બન નક્સલ અને પાકિસ્તાની કહીને માર મારવામાં આવ્યો હતો. આ મુદ્દે ૪૮ કલાકમાં દોષિતોની ધરપકડ કરવાની માગણી કરવામાં આવી છે એમ જણાવતાં આશુતોષ રાંકાએ કહ્યું હતું કે નહીંતર રાજસ્થાનના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર મદન દિલાવરનું રાજીનામું માગવામાં આવશે. CJPના સ્થાપક અભિજિત દીપકેએ પણ ૪૮ કલાકમાં અૅક્શન લેવાની માગણી કરીને કહ્યું હતું કે જો એમ નહીં થાય તો જયપુરમાં જંતર મંતર જેવું આંદોલન કરવામાં આવશે. આ ઘટનાક્રમને પગલે રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. 
BJPના નેતાઓએ આ તમામ આરોપોને ફગાવતાં CJPને અરાજક તત્ત્વ ગણાવીને આ ઘટના પાછળ કૉન્ગ્રેસનો જ હાથ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. 



સ્થાનિક લોકોએ કહ્યું હતું કે ‘CJPના લોકો પર કોઈએ હુમલો કર્યો નથી, તેમણે જાતે જ પોતાનાં વાહનોમાં તોડફોડ કરીને માહોલ તંગ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે તો તેમને સમજાવીને પાછા મોકલવાનો પ્રયાસ કર્યો હતો. અમે ગામમાં કૉન્ગ્રેસ કે BJP સિવાય બીજી કોઈ પાર્ટીને પ્રવેશવા નહીં દઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 11:44 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK