Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કનૌજમાં કાવડિયાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ : પોલીસ-અધિકારીએ તત્કાળ પોતાનું રાજીનામું ધરી દીધું

કનૌજમાં કાવડિયાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ : પોલીસ-અધિકારીએ તત્કાળ પોતાનું રાજીનામું ધરી દીધું

Published : 23 August, 2026 08:07 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસ-અધિકારી જિતેન્દ્ર પ્રતાપ સિંહે તેમની સામે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશના કનૌજ શહેરમાં ડિસ્ક જૉકી (DJ) વગાડવાને લઈને પોલીસ અને કાવડિયાઓ વચ્ચે ઘર્ષણ થયા બાદ પરિસ્થિતિ વણસે નહીં એ માટે પોલીસ-અધિકારી જિતેન્દ્ર પ્રતાપ સિંહે તેમની સામે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ મુદ્દે પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘જો મેં કોઈ પણ કાવડિયાનો અનાદર કર્યો હોય તો ભગવાન ન્યાય અપાવશે. જો તમારી શ્રદ્ધાને ઠેસ પહોંચી હોય તો હું રાજીનામું આપું છું.’ 
આ સિવાય ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ દેવેન્દ્ર સિંહે પણ ભાવિકોની માફી માગી હતી. આ પહેલાં હરદોઈ જિલ્લાના બિલગ્રામ ક્ષેત્રના કાવડિયાઓ DJ અને વિશાલ કાવડો સાથે બાબા ગૌરીશંકર મંદિરમાં જલાભિષેક કરવા કનૌજ પહોંચ્યા હતા. બોર્ડિંગ મેદાનના મુખ્ય ગેટ પર પોલીસે તેમને રોકી દેતાં તેમણે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને કલાકો સુધી પ્રદર્શન કર્યું હતું. તેમણે પોલીસના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 08:07 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK