Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૫૦ લાખ રૂપિયાનો વાર્ષિક પગાર ધરાવતી MBA યુવતી મમ્મી સાથે સંયમના માર્ગે પ્રયાણ કરશે

૫૦ લાખ રૂપિયાનો વાર્ષિક પગાર ધરાવતી MBA યુવતી મમ્મી સાથે સંયમના માર્ગે પ્રયાણ કરશે

Published : 19 November, 2026 11:41 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IIMમાંથી MBA કરનારી અક્ષિતાએ ફીએટ, મર્સિડીઝ-બેન્ઝ અને ફોક્સવૅગન જેવી મોટી વૈશ્વિક ઑટોમોબાઇલ કંપનીઓમાં કામ કર્યું છે. કૉર્પોરેટ ક્ષેત્રે તે છેલ્લે ફોક્સવૅગનમાં હતી, જ્યાં તેને વાર્ષિક ૫૦ લાખ રૂપિયાનું પૅકેજ મળતું હોવાનું કહેવાય છે.

શિરોમણિ બજાજ અને અક્ષિતા જૈન

શિરોમણિ બજાજ અને અક્ષિતા જૈન


બૅન્ગલોરની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (IIM)માંથી માસ્ટર ઇન બિઝનેસ ઍડ‍્મિનિસ્ટ્રેશન (MBA)ની પદવી અને વૈશ્વિક ઑટોમોબાઇલ દિગ્ગજ ફોક્સવૅગન કંપનીમાં વાર્ષિક ૫૦ લાખ રૂપિયાનો પગાર ધરાવતી ૩૭ વર્ષની સૉફ્ટવેર એન્જિનિયર અક્ષિતા જૈને સફળ કૉર્પોરેટ માર્ગ પર આગળ વધવાને બદલે આ બધું છોડીને ત્યાગમય જીવન જીવવાનો નિર્ણય કર્યો છે. વળી આ યાત્રામાં તે એકલી નથી. તેની ૬૧ વર્ષની મમ્મી શિરોમણિ બજાજ પણ તેની સાથે સંયમના માર્ગે જશે. શિરોમણિ બજાજ પબ્લિક સેક્ટરની ઑઇલ કંપની ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ (IOCL)માંથી ચીફ મૅનેજર તરીકે નિવૃત્ત થયાં છે. ગુરુગ્રામની આ માતા-પુત્રીની જોડી હવે પોતાના વ્યાવસાયિક અને પારિવારિક જીવનનો ત્યાગ કરીને જૈન સાધ્વી બનવાની તૈયારી કરી રહી છે.

IIM બૅન્ગલોરથી સંન્યાસ સુધી



IIMમાંથી MBA કરનારી અક્ષિતાએ ફીએટ, મર્સિડીઝ-બેન્ઝ અને ફોક્સવૅગન જેવી મોટી વૈશ્વિક ઑટોમોબાઇલ કંપનીઓમાં કામ કર્યું છે. કૉર્પોરેટ ક્ષેત્રે તે છેલ્લે ફોક્સવૅગનમાં હતી, જ્યાં તેને વાર્ષિક ૫૦ લાખ રૂપિયાનું પૅકેજ મળતું હોવાનું કહેવાય છે.


નોકરી છોડવાનું શું કારણ હતું?

કંપનીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પર કામ કરતી વખતે આધ્યાત્મિકતામાં તેનો રસ વધુ ગાઢ બન્યો હતો. ડેટા-સેન્ટરો બનાવવાને કારણે પર્યાવરણ પર થતી અસરો અને ખાસ કરીને જમીનનું ખોદકામ અને એનાથી માટીમાં રહેલા સૂક્ષ્મ જીવોને થઈ શકે એવું નુકસાન તેને ચિંતાનો વિષય લાગ્યો હતો. જૈન ધર્મનો અહિંસાનો સિદ્ધાંત તેના આધ્યાત્મિક જીવન તરફ વળવાના નિર્ણયમાં કેન્દ્રસ્થાને રહ્યો હતો. તેની મમ્મીએ IOCLમાં ૩૭ વર્ષ સુધી સેવા આપી અને ઑક્ટોબર ૨૦૨૫માં ચીફ મૅનેજર તરીકે નિવૃત્ત થયાં હતાં. પતિના અવસાન બાદ અને પારિવારિક જવાબદારીઓ પૂર્ણ કર્યા પછી જૈન સાધ્વીઓના સંપર્કમાં આવવાને કારણે શિરોમણિનું મન જૈન આધ્યાત્મિકતા તરફ વધુ ને વધુ આકર્ષાયું હતું.


મા-દીકરીની જોડી દીક્ષા માટે સજ્જ

આ બન્ને જૈન આધ્યાત્મિક ગુરુ સાધ્વી પૂર્ણપ્રજ્ઞાશ્રી સાથે જોડાયેલાં છે. શિરોમણિએ સંસારત્યાગની તૈયારીના ભાગરૂપે અનેક ધાર્મિક અનુષ્ઠાનો અને કઠોર તપસ્યાઓ પૂર્ણ કર્યાં છે. દીક્ષામહોત્સવના ભાગરૂપે જોધપુરમાં વરઘોડો યોજાશે અને ત્યાર બાદ ૨૦૨૭ની ૨૫ ફેબ્રુઆરીએ ચેન્નઈમાં દીક્ષાસમારોહ યોજાશે.

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 11:41 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK