Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વવિક્રમી કૉન્ગ્રેસી નેતાની દીકરીને બનાવવામાં આવી ઉત્તર પ્રદેશની બૉસ

વિશ્વવિક્રમી કૉન્ગ્રેસી નેતાની દીકરીને બનાવવામાં આવી ઉત્તર પ્રદેશની બૉસ

Published : 04 October, 2026 10:54 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીના લડકી હૂં, લડ સકતી હૂં અભિયાનમાં સાથ આપનારાં આરાધના મિશ્રા મોનાની ઉત્તર પ્રદેશ કૉન્ગ્રેસના પ્રદેશ અધ્યક્ષપદે નિમણૂક, પિતા પ્રમોદ તિવારી એક જ પક્ષ અને એક જ ​ચિહ‍્ન પર ૯ વાર MLA બન્યા છે

પિતા પ્રમોદ તિવારી, પ્રિયંકા ગાંધી સાથે આરાધના મિશ્રા.

પિતા પ્રમોદ તિવારી, પ્રિયંકા ગાંધી સાથે આરાધના મિશ્રા.


આવતા વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કૉન્ગ્રેસ પાર્ટીએ અજય રાયને પ્રદેશ અધ્યક્ષપદ પરથી હટાવીને આરાધના મિશ્રા ઉર્ફે મોનાની નિમણૂક કરી છે. વિધાનસભા ચૂંટણીની કૉન્ગ્રેસની તૈયારીઓમાં આ મોટા ફેરફારને એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. કૉન્ગ્રેસે મહિલા નેતૃત્વ અને અનુભવી ચહેરા પર ભરોસો રાખ્યો છે. સહારનપુરના સંસદસભ્ય ઇમરાન મસૂદને કાર્યકારી અધ્યક્ષપદ સોંપવામાં આવ્યું છે. 

કોણ છે આરાધના મિશ્રા?
આરાધના મિશ્રાની પારિવારિક પૃષ્ઠભૂમિ રાજકીય અને સામાજિક રીતે ખૂબ જ પ્રતિષ્ઠિત છે. તેમના પિતા પ્રમોદ તિવારી કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સંસદસભ્ય છે. તેઓ હાલમાં રાજ્યસભામાં વિરોધ પક્ષના ઉપનેતા છે. તેઓ ઉત્તર પ્રદેશમાં પ્રતાપગઢની રામપુર ખાસ વિધાનસભા બેઠક પરથી ૧૯૮૦થી સતત ૯ ટર્મ સુધી વિધાનસભ્ય રહ્યા હતા અને એક જ પક્ષ અને એક જ ચૂંટણીચિહ‍્ન પર સતત જીતવાનો તેમનો રેકૉર્ડ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પણ નોંધાયો છે. પ્રમોદ તિવારીને ૧૯૮૪થી ૧૯૮૯ દરમ્યાન બે વાર રાજ્યપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ વિધાનસભા બેઠક પર ૪૭ વર્ષથી તિવારી પરિવારનો કબજો છે.



૩ વાર વિધાનસભ્ય
પ્રમોદ તિવારી રાજ્યસભામાં ગયા બાદ ૨૦૨૩-’૧૪માં થયેલી પેટાચૂંટણીમાં આરાધના મિશ્રા પહેલી વાર વિધાનસભ્ય બન્યાં હતાં. ૨૦૧૭માં રાજ્યમાં BJPની પ્રચંડ લહેરમાં પણ આ બેઠક પર તેમણે જીત મેળવી હતી અને ૨૦૨૨માં ફરી વાર ૧૪,૭૪૧ મતથી પ્રચંડ જીત મેળવી હતી. તેઓ ૨૦૧૯થી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કૉન્ગ્રેસ વિધાયક દળના નેતા તરીકે કાર્યરત છે. તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન કર્યું છે અને લાંબા સમય સુધી નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO) સંબંધિત કામ પણ સંભાળ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 10:54 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK