Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૮ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની ફાઇનલ મતદારયાદી પબ્લિશ કરવાની ડેડલાઇન લંબાવવામાં આવી

૮ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની ફાઇનલ મતદારયાદી પબ્લિશ કરવાની ડેડલાઇન લંબાવવામાં આવી

Published : 15 February, 2026 11:54 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પશ્ચિમ બંગાળમાં ૨૮ ફેબ્રુઆરી અને ઉત્તર પ્રદેશમાં ૧૦ એપ્રિલે ફાઇનલ મતદારયાદી જાહેર થશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશનાં ૮ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશો સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત ફાઇનલ મતદારયાદી પ્રકાશિત કરવામાં ચૂકી ગયાં હતાં. ચૂંટણીપંચના કહેવા મુજબ કેટલાંક રાજ્યોમાં કામ સમયસર પૂરું નથી થઈ શક્યું. એનું કારણ એ છે કે નિશ્ચિત કાર્યક્રમનું પહેલેથી જ યોગ્ય રીતે પાલન નહોતું કરવામાં આવ્યું. ક્યાંક રાજનીતિક દખલ તો ક્યાંક નીચલા સ્તરે કામકાજમાં ઝડપના અભાવના કારણે પૂરી પ્રક્રિયામાં મોડું થયું છે. 

જોકે લક્ષદ્વીપ અને પૉન્ડિચેરીમાં ગઈ કાલે ફાઇનલ મતદારયાદી પ્રકાશિત થઈ ગઈ હતી. ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફાઇનલ મતદારયાદી જાહેર કરવાની તારીખ વધારવામાં આવી છે. તામિલનાડુ અને ગુજરાતમાં ૧૭ ફેબ્રુઆરી; આંદામાન-નિકોબાર, કેરલા, છત્તીસગઢ, ગોવા અને રાજસ્થાનમાં ૨૧ ફેબ્રુઆરી; મધ્ય પ્રદેશમાં ૨૩ ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળમાં ૨૮ ફેબ્રુઆરી અને ઉત્તર પ્રદેશમાં ૧૦ એપ્રિલે ફાઇનલ મતદારયાદી જાહેર થશે.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 11:54 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK