Delhi Assembly Election 2025: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે રાષ્ટ્રપતિ ભવન નજીક લોકોને પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. એ જ રીતે, જંગપુરામાં પણ ભાજપ પર એક બૂથ પાસે પૈસા વહેંચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
સીલમપુરના એક બૂથ પર થોડા સમય માટે હંગામો થયો (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
દેશના પાટનગર દિલ્હીમાં આજે મતદાન વિધાનસભા ચૂંટણી માટે તમામ 70 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મતદાન પહેલા આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉંગ્રેસના નેતાઓ વચ્ચે જોરદાર વિવાદ છેડાયો હતો. જોકે આજે મતદાનના દિવસે પણ દિલ્હીમાં વિવાદ વકર્યો છે. આ વિવાદમાં બુરખા પહેરેલી મહિલાઓએ ખોટું મતદાન કર્યો હોવાના આરોપ કરવામાં આવી રહ્યા છે. આ આરોપોને લઈને દરેક રાજકીય પક્ષો વચ્ચે પણ આરોપ પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ 70 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. કડક સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. જોકે કેટલીક જગ્યાએ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીએ એકબીજા પર અનિયમિતતાનો આરોપ લગાવતા વિવાદ ઊભો થયો છે. આ દરમિયાન, સીલમપુરના એક બૂથ પર થોડા સમય માટે હંગામો થયો હતો. બુરખો પહેરેલી મહિલાઓ દ્વારા નકલી મતદાન કરવાના આરોપો લાગ્યા બાદ થોડા સમય માટે ત્યાં હંગામો થયો હતો. જોકે, પોલીસે સમયસર પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
ADVERTISEMENT
અહીં, આર્યન પબ્લિક સ્કૂલ નજીકના બૂથ પર, ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે બહારથી મહિલાઓને બુરખા પહેરીને લાવવામાં આવી રહી છે અને નકલી મતદાન કરવામાં આવી રહ્યું છે. ભાજપના કાર્યકરોએ બૂથની બહાર સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. આ દરમિયાન તેમની આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે વિવાદ થતાં તેઓ સામને આવી ગયા હતા. આ હોબાળો ત્યારે શરૂ થયો જ્યારે કેટલીક મહિલાઓએ આરોપ લગાવ્યો કે જ્યારે તેઓ મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે કોઈ બીજાએ તેમના નામે મતદાન કરી દીધું છે. ભાજપના સમર્થકોએ દાવો કર્યો હતો કે સીલમપુર બેઠકને અડીને આવેલા યુપીના લોનીના લોકોને બુરખા પહેરીને અહીં મતદાન કરાવવા માટે લાવવામાં આવી રહ્યા છે.
View this post on Instagram
બોગસ મતદાનના આરોપો કરી ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જેની સામે આમ આદમી પાર્ટીના સમર્થકો પણ આગળ આવ્યા અને બન્ને પક્ષોના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. હંગામો એટલો વધી ગયો કે થોડા સમય માટે મતદાન ખોરવાઈ ગયું હતું. પરિસ્થિતિ બગડતી જોઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને તેમણે ભીડને વિખેરીને પરિસ્થિતિને કાબુમાં લીધી. થોડા સમય પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ ગઈ, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
અગાઉ આમ આદમી પાર્ટીએ પણ કેટલીક બેઠકો પર ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે રાષ્ટ્રપતિ ભવન નજીક લોકોને પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. એ જ રીતે, જંગપુરામાં પણ ભાજપ પર એક બૂથ પાસે પૈસા વહેંચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. AAP મંત્રી સૌરભ ભારદ્વાજે દાવો કર્યો હતો કે તેમની સીટ પર, આમ આદમી પાર્ટીના સમર્થકોને મતદાન બૂથ સુધી પહોંચતા અટકાવવામાં આવી રહ્યા હતા.