Veer Pahariya Fans assaults Comedian: પ્રણિતે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે આ લોકો મને મારવાના ઇરાદાથી આવ્યા હતા. તેઓએ કૉમેડિયનને લાતો અને મુક્કાઓથી ખરાબ રીતે માર માર્યો અને ઘાયલ હાલતમાં છોડી દીધો હતો.
પ્રણિત મોરે અને વીર પહાડિયા
અક્ષય કુમારની ફિલ્મ સ્કાય ફોર્સ ફેમ અભિનેતા વીર પહાડિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડમાં છે. વીરે ફિલ્મ સ્કાય ફોર્સથી જ બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. સ્કાય ફોર્સ રિલીઝ થયા બાદ વીર બધે જ છવાઈ ગયો છે. જોકે હાલમાં વીરના ફૅન્સ દ્વારા એવી હરકત કરવામાં આવી હતી કે તેને જાણીને અભિનેતાએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને માફી પણ માગી હતી. થયું એમ કે સ્ટેન્ડઅપ કૉમેડિયન પ્રણીત મોરએ તેના એક શોમાં વીરનો મજાક ઉડાવ્યો અને તેના પર ટિપ્પણી કરી હતી. આ વાતને લઈને કેટલાક લોકો આવ્યા અને તેને ધમકી આપી અને માર પણ માર્યો હતો.
સ્ટેન્ડઅપ કૉમેડિયન પ્રણિત મોરેએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને તેની સાથે બનેલી સંપૂર્ણ ઘટનાની માહિતી આપી હતી. તેણે કહ્યું કે સોલાપુરમાં એક શો દરમિયાન તેણે એક્ટર વીર પહાડિયા વિશે મજાક કરી હતી. શો પછી કેટલાક લોકો તેની સાથે સેલ્ફી લઈ રહ્યા હતા. જ્યારે ભીડ ઓછી થઈ, ત્યારે ૧૧-૧૨ જેટલા લોકો આવ્યા અને તેઓએ પોતાને વીરના ચાહક ગણાવ્યા હતા.
ADVERTISEMENT
હાસ્ય કલાકારને માર મારવામાં આવ્યો
પ્રણિતે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે આ લોકો મને મારવાના ઇરાદાથી આવ્યા હતા. તેઓએ કૉમેડિયનને લાતો અને મુક્કાઓથી ખરાબ રીતે માર માર્યો અને ઘાયલ હાલતમાં છોડી દીધો હતો. પ્રણિતને મારતી વખતે, આ લોકોએ કહ્યું, `આગલી વખતે વીર પહાડિયા પર મજાક કરવાનો પ્રયાસ કરીને બતાવજે `. જ્યારે આ ઘટનાની જાણ વીરને થઈ ત્યાતે તેણે પણ ખૂબ દુઃખ થયું અને તેણે સોશિયલ મીડિયા પર સ્ટોરી શૅર કરી હતી.
વીરે માફી માગી
વીરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, કૉમેડિયન પ્રણિત મોરે સાથે જે બન્યું તેનાથી હું આઘાત અને દુઃખી છું. હું સ્પષ્ટ કરવા માગુ છું કે આ ઘટના સાથે મારો કોઈ સંબંધ નથી. હું કોઈપણ પ્રકારની હિંસાનો વિરોધ કરું છું. હું કોઈને નુકસાન પહોંચાડવા માગતો નથી. વીરે આગળ લખ્યું- જે કંઈ થયું તેના માટે મને માફ કરો. આવું કોઈની સાથે ન થવું જોઈએ. જેણે પણ આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેને સજા મળે તે માટે હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. તમને જણાવી દઈએ કે સ્કાય ફોર્સમાં વીર અક્ષય કુમાર અને સારા અલી ખાન સાથે લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જેને જેણે અત્યાર સુધી બૉક્સ ઓફિસ પર લગભગ 100 કરતાં વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મના રિલીઝ બાદ વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થતો જોવા મળી રહ્યો છે.