Delhi Building Collapses: ગઇકાલે મોડી રાત્રે દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં ધૂળનું તોફાન અને ભારે વરસાદ થયો હતો. અત્યારસુધીમાં ૧૪ જેટલાં લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધી અને બહાર કાઢી રહેલા જવાનો (તસવીર સૌજન્ય : પીટીઆઈ)
દિલ્હીમાંથી એક ભયાવહ કહી શકાય એવા સમાચાર (Delhi Building Collapses) મળી રહ્યા છે. ઉત્તર-પૂર્વ દિલ્હીના મુસ્તફાબાદમાં આજે વહેલી સવારે એક નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાની જાણકારી પણ મળી રહી છે.
આ મામલે અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યારસુધીમાં ૧૪ જેટલાં લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) દિલ્હી પોલીસ અને સ્થાનિક સત્તાવાળાઓની બચાવ ટીમો હજુ પણ દટાઈ ગયેલાં લોકોને શોધી રહી છે તેમ જ તેઓને બહાર કાઢવા માટે પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT
વાત કરવામાં આવે આ બનાવની તો (Delhi Building Collapses) મુસ્તફાબાદ વિસ્તારના શક્તિ વિહારમાં આ ઘટના બની છે. અહીં એક ચાર માળની બિલ્ડિંગ આજે સવારે આચનકથી ધ્વંસ થઈ જવા પામી હતી. આ બિલ્ડિંગ ધરાશાયી થયાના સમાચાર આસપાસ ફેલાતાં જ લોકો ભેગા થઈ ગયા હતા.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર જે ૧૦ લોકો દટાઈ ગયા હતા તેમાંથી 4 લોકોના મોત થયા હતા. હજી પણ સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. માહિતી અનુસાર ધરાશાયી થયેલ બિલ્ડિંગમાં બે પુરુષો અને બે મહિલાઓ રહેતી હતી. એક મહિલાને ત્રણ બાળકો અને બીજી મહિલાને પણ ત્રણ બાળકો છે. જો કે તેઓની કોઈ ભાળ મળી રહી નથી.
આ અકસ્માતની વાત કરવાં આવે તો પ્રાથમિક અનુમાન એવું લગાડવામાં આવી રહ્યું છે કે ગઇકાલે મોડી રાત્રે દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં ધૂળનું તોફાન અને ભારે વરસાદ થયો હતો. આ જ કારણોસર આ બિલ્ડિંગ ધરાશાયી થઈ હોઇ શકે છે.
"અમને લગભગ સવારે 2:50 વાગ્યાની આસપાસ બિલ્ડિંગ ધરાશાયી (Delhi Building Collapses) થઈ હોવાનો ફોન આવ્યો હતો. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અમે જોયું તો આખી જ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી અને લોકો તેના કાટમાળ નીચે ફસાયેલા હતા. NDRF, દિલ્હી ફાયર સર્વિસીસ દ્વારા અહીં લોકોને બચાવવા માટેની કામગીરી ચાલી જ રહી છે. એમ દિલ્હીના ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલે જણાવ્યું હતું.
અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે શનિવારે સવાર સુધીમાં મૃત્યુઆંક વધીને ચાર થઈ ગયો હતો. ઘાયલોની સંખ્યા હજુ વધી શકે એમ લાગી રહ્યું છે. તપાસ ચાલી રહી છે.
જો કે આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. ગયા અથવાડિયે પણ આવી જ ઘટના બની હતી. ગયા અઠવાડિયાની વાત કરીએ તો ત્યારે પણ દિલ્હીના મધુ વિહારમાં એક નિર્માણાધીન બિલ્ડિંગની (Delhi Building Collapses) દિવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટના મધુ વિહાર પોલીસ સ્ટેશન પાસે બની હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા.

