EDના જણાવ્યા અનુસાર ઉપરોક્ત અટૅચમેન્ટમાં ૧૮ અચલ સંપત્તિમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ૭ પ્રૉપર્ટી સીઝ કરવામાં આવી છે
ફાઇલ તસવીર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ અનિલ અંબાણી ગ્રુપની વધુ ૧૧૨૦ કરોડ રૂપિયાની પ્રૉપર્ટી જપ્ત કરી છે. એમાં પ્રાઇમ પ્રૉપર્ટીઓ, ફિક્સ્ડ ડિપોઝિટ્સ, બૅન્ક-બૅલૅન્સ અને અન્ય રોકાણનો સમાવેશ થાય છે. ED દ્વારા યસ બૅન્ક – રિલાયન્સ હોમ ફાઇનૅન્સ લિમિટેડ અને રિલાયન્સ કમર્શિયલ ફાઇનૅન્સ લિમિટેડના મની લૉન્ડરિંગના ફ્રૉડ કેસમાં અત્યાર સુધી કુલ ૧૦,૧૦૦ કરોડ રૂપિયાની ઍસેટ્સ જપ્ત કરવામાં આવી છે.
EDના જણાવ્યા અનુસાર ઉપરોક્ત અટૅચમેન્ટમાં ૧૮ અચલ સંપત્તિમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ૭ પ્રૉપર્ટી સીઝ કરવામાં આવી છે. એમાં બૅલાર્ડ એસ્ટેટમાં આવેલું રિલાયન્સ સેન્ટર, ચકાલામાં આવેલું કમર્શિયલ બિલ્ડિંગ, સાંતાક્રુઝમાં આવેલી રેસિડેન્શિયલ પ્રૉપર્ટી અને ગેસ્ટ હાઉસનો સમાવેશ થાય છે. ઉપરાંત રિલાયન્સ પાવરની બે પ્રૉપર્ટી, રિલાયન્સ વૅલ્યુ સર્વિસિસની ૯ પ્રૉપર્ટી અને ચેન્નઈમાં આવેલા ૨૩૧ રેસિડેન્શિયલ પ્લૉટ અને પનવેલમાં આવેલા ૭ રેસિડેન્શિયલ ફ્લૅટનો સમાવેશ થાય છે.


