Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તામિલનાડુમાં સરકારી હૉસ્પિટલોમાં જન્મેલા દરેક બાળકને એક ગ્રામ સોનાની વીંટી આપવામાં આવશે

તામિલનાડુમાં સરકારી હૉસ્પિટલોમાં જન્મેલા દરેક બાળકને એક ગ્રામ સોનાની વીંટી આપવામાં આવશે

Published : 23 August, 2026 08:10 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧.૨૮ લાખ વીંટી માટે કુલ ૭૫૫ કરોડ રૂપિયાનું બજેટ મુકાયું, ટેન્ડર પર વિપક્ષોએ ઉઠાવ્યો સવાલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તામિલનાડુમાં મુખ્ય પ્રધાન વિજયના નેતૃત્વમાં રાજ્ય સરકારે નવજાત બાળકો માટે સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાયેલી ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ નામની અનોખી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સરકારી હૉસ્પિટલોમાં જન્મ લેનારા દરેક બાળકને એક ગ્રામ સોનાની વીંટી ભેટમાં આપવામાં આવશે.

તામિલ સંસ્કૃતિમાં ‘થાઇમામન સીર’ એટલે કે મામા દ્વારા ભેટ આપવાની એક ખાસ પરંપરા છે. હવે રાજ્ય સરકાર દરેક નવજાત બાળક માટે મામાની ભૂમિકા ભજવીને આ ભેટ આપશે. વર્તમાન બજારભાવ મુજબ એક ગ્રામ સોનાની વીંટીની કિંમત અંદાજે ૧૩,૬૦૦ રૂપિયા છે. આ યોજનાનો સત્તાવાર પ્રારંભ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સી. એન. અન્નાદુરાઈની જયંતી ૧૫ સપ્ટેમ્બરે કરવામાં આવશે. જોકે એનો અમલ ૨૦૨૬ની બાવીસ જૂનથી જ પ્રભાવી ગણાશે.



રાજ્યમાં દર વર્ષે ૭.૮ લાખ બાળકો જન્મે છે. એમાંથી ૪.૨ લાખ બાળકોની ડિલિવરી સરકારી હૉસ્પિટલોમાં થાય છે. આ યોજના માટે સરકારે ૭૫૫.૮૩ કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ ફાળવ્યું છે. સરકારી હૉસ્પિટલમાં ડિલિવરીનો સરેરાશ ખર્ચ માત્ર ૧૩૬૪ રૂપિયા આવે છે, જ્યારે ખાનગી હૉસ્પિટલમાં આ ખર્ચ ૬૩,૦૦૦ રૂપિયાથી પણ વધુ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે વાલીઓએ આધાર કાર્ડ, રૅશન કાર્ડ કે વોટર આઇડેન્ટિટી (ID) કાર્ડ જેવા દસ્તાવેજો રજૂ કરવા પડશે. આ યોજનામાં જાતિ કે જન્મક્રમના આધારે કોઈ જ ભેદભાવ રાખવામાં આવ્યો નથી.            


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 08:10 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK