Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વૉટ્સઍપ પર લગ્નનું ઇન્વિટેશન મળે તો ફાઇલ ડાઉનલોડ કરતાં પહેલાં બે વાર વિચારજો

વૉટ્સઍપ પર લગ્નનું ઇન્વિટેશન મળે તો ફાઇલ ડાઉનલોડ કરતાં પહેલાં બે વાર વિચારજો

Published : 14 November, 2024 07:00 AM | IST | Himachal Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કારણ કે એ APK ફાઇલ હોવાની ભારોભાર શક્યતા છે: આવી ફાઇલ ડાઉનલોડ કરવાથી સાઇબર ગઠિયાઓ તમારો મોબાઇલ હૅક પણ કરી શકે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હિમાચલ પ્રદેશ સાઇબર પોલીસે લોકોને ચેતવણી આપતાં કહ્યું છે કે કોઈ પણ અજાણ્યા નંબર પરથી મોબાઇલ ફોન પર વૉટ્સઍપ દ્વારા લગ્નનું ઇન્વિટેશન મળે તો એ ફાઇલને ડાઉનલોડ કરશો નહીં, ખાસ કરીને જેમાં APK ફાઇલ અટૅચમેન્ટ તરીકે હોય એને કદી ડાઉનલોડ કરતા નહીં.


આજકાલ લોકો આ રીતે લગ્નનું ઇન્વિટેશન મોકલે છે એથી સાઇબર ક્રિમિનલોએ પણ લોકોને ઠગવા માટે એનો ઉપયોગ શરૂ કરી દીધો છે. એક નવા પ્રકારનું સ્કૅમ થઈ રહ્યું છે જેમાં વેડિંગ ઇન્વિટેશનના નામે એવી ફાઇલ મોકલવામાં આવે છે જેને ડાઉનલોડ કરતાં તમારા ફોન પર સાઇબર-અટૅક થઈ શકે છે અને તમારા ફોનમાંથી મહત્ત્વનો ડેટા ચોરાઈ શકે છે.



આ સંદર્ભે સાઇબર પોલીસે જણાવ્યું કે વેડિંગ ઇન્વિટેશનની ફાઇલ ખોલતાં એની સાથે એવું માલવેર હોય છે જે ફોનનો ઍક્સેસ દૂર બેસેલા સાઇબર ક્રિમિનલને આપી દે છે. એ  ક્રિમિનલ દૂર બેસીને ફોનમાંથી પર્સનલ માહિતી ચોરી લે છે, ફોનધારકની જાણ બહાર બીજા લોકોને મેસેજ મોકલીને નાણાં માગી શકે છે, GPay અકાઉન્ટનો ઉપયોગ કરીને તમારું બૅન્ક-અકાઉન્ટ ખાલી પણ કરી શકે છે અને ફોનની પર્સનલ માહિતી મેળવીને બ્લૅકમેઇલ પણ કરી શકે છે.


પોલીસે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ‘તમે જાણતા હો એવી વ્યક્તિએ મોકલેલા વેડિંગ-ઇન્વિટેશનને જ ડાઉનલોડ કરજો. જો તમને લાગે કે તમારો ફોન હૅક થયો છે તો 1930 નંબર પર સાઇબર કમ્પ્લેઇન્ટ નોંધાવી શકો છો અથવા https://cybercrime.gov.in સાઇટ પર ફરિયાદ કરી શકો છો.’

 


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2024 07:00 AM IST | Himachal Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK