જાદુના જુદા-જુદા ખેલ કરવા માટે ચર્ચામાં રહેતા કલકત્તાના જાદુગર પીસી સરકાર જુનિયર આ વખતે જુદા પ્રકારની ચર્ચામાં છે. ૩ દીકરી માટે યોગ્ય મુરતિયો શોધવા માટે સ્વયંવરનું આયોજન કરવાની તેમની ઇચ્છા છે
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
જાદુના જુદા-જુદા ખેલ કરવા માટે ચર્ચામાં રહેતા કલકત્તાના જાદુગર પીસી સરકાર જુનિયર આ વખતે જુદા પ્રકારની ચર્ચામાં છે. ૩ દીકરી માટે યોગ્ય મુરતિયો શોધવા માટે સ્વયંવરનું આયોજન કરવાની તેમની ઇચ્છા છે અને એ માટે તેમણે બંગાળના અખબારમાં જાહેરાત છપાવી છે. જાહેરાતમાં લખ્યું છે કે ‘જ્ઞાતિ, ધર્મ, ઉંમર (૩૮-૪૫)ની ચિંતા કર્યા વિના સુંદર, લાંબો અને યોગ્ય વર જોઈએ છે.’ પીસી સરકારની મોટી દીકરી મેનકા પિતાના પગલે જાદુગર બની છે, જ્યારે મુમતાઝ અને મૌબાનીએ અભિનયની દુનિયામાં ઓળખ ઊભી કરી છે. મોબાનીને લગ્ન માટે ‘સોલમેટ્સ’ના કન્સેપ્ટ પર વિશ્વાસ છે. તેના કહેવા પ્રમાણે પહેલાંના સમયમાં સ્વયંવરમાં યુવતીઓને પોતાને ગમતો સાથી પસંદ કરવાની સ્વતંત્રતા મળતી હતી.